નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ લિબરેશન ફ્રન્ટ (BLF)ની કરાંચીમાં યુનિવર્સિટી પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી સામે આવી છે. આ બલોચ લિબરેશન ફ્રન્ટના સભ્યો બલોચિસ્તાનના આઝાદી માટે લડતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. BLFનું કહેવું છે કે, પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનમાં સ્થાનિક લોકો સાથે અમાનવીય વર્તન કરે છે. બલૂચ રાષ્ટ્રવાદીઓ માને છે કે પાકિસ્તાને ક્યારેય બલૂચિસ્તાનની સુધારણા માટે પગલાં લીધાં નથી અને માત્ર તેના સંસાધનોનો ઉપયોગ કર્યો છે. બલોચ લિબરેશન ફ્રન્ટ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે અને ગેરિલા હુમલા કરવા માટે જાણીતું છે.
એક રિપોર્ટ અનુસાર BLFએ પાકિસ્તાનમાં અત્યાર સુધી અનેક આતંકવાદી હુમલાને અંજામ આપ્યા છે. 2020માં એક હુમલામાં પાકિસ્તાનના 16 જવાનોના મોત થયાં હતા. BLFએ બલોચિસ્તાનમાં સૌથી વધારે સક્રીય છે. આ ઉપરાંત પાકિસ્તાનના અન્ય પ્રદેશોમાં પણ BLF સક્રીય હોવાનું જાણવા મળે છે. BLFની સત્તાવાર સ્થાપના 2000માં થઈ હતી પરંતુ 1973 પહેલાથી બલોચિસ્તાનની આઝાદી માટે લડતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભારત અને અપઘાનિસ્તાન BLFને સમર્થન આપતુ હોવાનો પાકિસ્તાન આક્ષેપ કરી રહ્યું છે. જો કે, બંને દેશ પાકિસ્તાનના આક્ષેપને પાયાવિહોણા ગણાવી રહ્યાં છે.
કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટઃ બલૂચ લિબરેશન ફ્રન્ટની બુરખાધારી મહિલા ફિદાઈને હુમલાને અંજામ આપ્યો
પાકિસ્તાનના કાયદે આઝામ મોહમદ અલી જીન્નાએ જીવનના અંતિમ દિવસો જે ઘરમાં વિતાવ્યા હતા તે મકાન ઉપર 15મી જૂન 2013ના રોજ રોકેટ હુમલો થયો હતો. જેમાં આ ઈમારત ધરાશાયી થઈ હતી. આ હુમલાની જવાબદારી BLFએના ઉગ્રવાદીઓએ સ્વિકારી હતી. તેમજ આ સ્મારક ઉપરથી પાકિસ્તાનનો ધ્વજ હટાવીને BLFનો ધ્વજ લહેરાવ્યો હતો. આમ ભારતમાં ભાગફોડની પ્રવૃતિ આચરવા માટે આતંકવાદી સંગઠનોને મદદ કરતા પાકિસ્તાન માટે હવે આ સંગઠનો જ માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યાં છે.
(Photo-File)