Site icon Revoi.in

વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ ઓસ્કારની રેસમાંથી શા માટે થઈ આઉટ –  તેનું કારણ આવ્યું બહાર,જાણો

Social Share

 

મુંબઈઃ-ઉભરતા અભિનેતાએ સિનેમા દગતમાં મોટૂ નામ બનાવી લીધી છે.એટલે કે વિકી કૌશલે પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે, જો તે તેમની ફિલ્મ ‘સરદાર ઉધમ’ હાલમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ તેને ઓસ્કાર એન્ટ્રીમાંથી બાકાત રાખતા આ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને મોટો આંચકો લાગ્યો છે. હવે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાની જ્યુરી તરફથી એ વાત સામે આવી છે કે ‘સરદાર ઉધમ’ને ઓસ્કાર એન્ટ્રીમાંથી શા માટે બાકાત રાખવામાં આવી છે?

આ ફિલ્મ ઓસ્કારમાંથી બાકાત થવા માટેનું કારણ બહાર આવ્યું છે,જ્યુરી મેમ્બરનું કહેવું છે કે વિકી કૌશલની ફિલ્મમાં અંગ્રેજો પ્રત્યે ઘણી નફરત દર્શાવવામાં આવી છે અને તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘સરદાર ઉધમ’ની વાત કરીએ તો તેનું નિર્દેશન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત સ્ટીફન હોગન, બનિતા સંધુ, અમોલ પારાશર અને શૉન સ્કોટ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી હતી.

શૂજીત સરકાર હંમેશા આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેઓ ઘણા સમયથી ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહ પર ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. સરદાર ઉધમ સિંહે અંગ્રેજો સામે કોઈ પણ જાતના ડર વિના પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. અભિનેતા ઈરફાન ખાનને નિર્માતાઓએ તેમના જીવન પર બનેલી ફિલ્મ માટે પસંદ કર્યો હતો, પરંતુ તેમના મૃત્યુ બાદ વિકી કૌશલે આ ભૂમિકા ભજવી છે.સરદાર ઉધમ અને શેરની ઓસ્કાર 2022 માટે નામાંકન કરાઈ હતી. નામાંકન બાદ હવે ‘સરદાર ઉધમ’ ને બાકાત કરવામાં આવી છે.