Site icon Revoi.in

બેંકના કામ જલ્દી પતાવી લો, આ દિવસે બંધ રહેશે બેંક

Social Share

મુંબઈ: આજના ડિજિટલ યુગમાં ઘણું બધું ઓનલાઇન થઇ ગયું છે. બેંકથી જોડાયેલ ઘણાં કામ ઓનલાઇન થઇ ગયા છે.મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે.તેમ છતાં, બેંકને લગતા ઘણા કામો છે, જેના માટે બ્રાંચની મુલાકાત લેવી જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે બ્રાંચની મુલાકાત લેવી પડે છે.

એવામાં, જો તમારી પાસે બેંકથી જોડાયેલ કોઇ કામ હોય, તો તમારે બેંકની રજાઓ વિશે માહિતી રાખવી પડી છે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહીં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ લિસ્ટ પ્રદાન કરી રહ્યા છીએ. આ રીતે, તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

દર મહિનાના દરેક રવિવાર સિવાય, બીજા અને ચોથા શનિવારે બેંકોમાં જાહેર રજા હોય છે. આ સાથે અહીં અમે તમને જણાવીશું કે સપ્ટેમ્બર 2021 માં કઈ તારીખે બેંકોમાં રજા રહેશે.

5 સપ્ટેમ્બર 2021: આ દિવસે રવિવાર હોવાને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
8 સપ્ટેમ્બર 2021: આ દિવસે શ્રીમંત શંકરદેવની તિથિ હોવાને કારણે ઘણી બેંકોમાં રજા રહેશે.
9 સપ્ટેમ્બર 2021: આ દિવસે સુહાગનો પર્વ ત્રીજ હોવાને કારણે ઘણી બેંકોમાં રજા રહેશે.
10 સપ્ટેમ્બર 2021: આ દિવસે ગણેશ ચતુર્થી છે. આ મોટા તહેવારને કારણે બેંકમાં રજા રહેશે.
11 સપ્ટેમ્બર 2021: આ દિવસે બીજો શનિવાર હોવાથી, બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
12 સપ્ટેમ્બર 2021: આ દિવસે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા રહેશે.
17 સપ્ટેમ્બર 2021: કર્મ પૂજાને કારણે આ દિવસે બેંકમાં રજા રહેશે.
19 સપ્ટેમ્બર 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.
20 સપ્ટેમ્બર 2021: આ દિવસે ઇન્દ્ર જાત્રા હોવાને કારણે બેંકમાં રજા રહેશે.
21 સપ્ટેમ્બર 2021: આ દિવસે નારાયણ ગુરુ સમાધિ દિવસ હોવાને કારણે બેંકમાં રજા રહેશે.
25 સપ્ટેમ્બર 2021: આ દિવસે ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.
26 સપ્ટેમ્બર 2021: આ દિવસે રવિવાર હોવાને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે. RBI દ્વારા નક્કી કરાયા મુજબ 8, 9, 10, 11, 17, 20 અને 21 સપ્ટેમ્બરની રજાઓ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ છે. આને કારણે તમારે કોઈ સમસ્યા ન થાય, તેથી આ તારીખોને ધ્યાનમાં રાખો, નહીં તો તમારા બેંક સંબંધિત કામ અટવાઈ શકે છે. અત્યારે લગભગ તમામ બેન્કો તેમના ગ્રાહકોને ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગની સુવિધા પૂરી પાડી રહી છે. આ સાથે ગ્રાહકોનું મોટાભાગનું બેંકિંગ સંબંધિત કામ ઘરે બેસીને પૂર્ણ થાય છે.