1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં રોંગ સાઈડમાં જતાં 68 વાહનચાલકો સામે FIR, 102 ચાલકોનું કાઉન્સેલિંગ કરાયું
વડોદરામાં રોંગ સાઈડમાં જતાં 68 વાહનચાલકો સામે FIR,  102 ચાલકોનું કાઉન્સેલિંગ કરાયું

વડોદરામાં રોંગ સાઈડમાં જતાં 68 વાહનચાલકો સામે FIR, 102 ચાલકોનું કાઉન્સેલિંગ કરાયું

0
Social Share

વડોદરાઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિત તમામ મહાનગરોમાં રોંગ સાઈડમાં ચલાવાતા વાહનચાલકો સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં વડોદરામાં રોંગ સાઈડ જઈ રહેલા 68 વાહન ચાલકો સામે  પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ટ્રાફિક પોલીસે 102 વાહન ચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. અને રોંગ સાઈડમાં વાહનો ચલાવાશે તો વાહનચાલકો સામે પોલીસ ફરિયાદ કરીને વાહનો જપ્ત કરાશે.

વડોદરા ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, જાહેર માર્ગ ઉપર વાહનચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતાં હોવાના કારણે અકસ્માત સર્જાતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. જેથી આવા વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી રોંગ સાઈડ ચલાવનારા વાહનચાલકો વિરૂધ્ધ સ્થાનિક પોલીસને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી ટ્રાફિક શાખા દ્વારા તા. 22 જૂન 2024થી તા. 28 જૂન 2024 સુધી ખાસ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઝૂંબેશ દરમિયાન વડોદરા શહેરમાં રોંગ સાઈડ આવતા વાહનચાલકોને પકડી, પોલીસ સ્ટેશન બોલાવી તેઓના વાહનના પડતર ઈ-ચલણની માહિતી કઢાવી અને પડતર ચલણો સામે માંડવાળ રકમની ચુકવણી કરવા અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરતા છેલ્લા ચાર દિવસમાં રોંગ સાઈડ આવતાં કુલ-23 વાહનચાલકોને બાકી ઈ-ચલણના નાણાં ભરાવ્યા છે. તેમજ ભવિષ્યમાં આ રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લઘંન ન કરે અને પોતાની સુરક્ષા અંગે ધ્યાન રાખે તે માટે 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ 341 વાહનચાલકો વિરુદ્ધ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં મંગળવારે રોંગ સાઇડમાં વાહનો ચલાવનારો 68 વાહનચાલકો વિરુદ્ધ IPC-279 તેમજ એમ.વી.એક્ટ 184 મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો. જેથી, વડોદરા શહેરના તમામ નાગરીકો ટ્રાફિક નિયમોનું સુચારૂરૂપે પાલન કરે અને પોતાની તેમજ અન્યની જીંદગી જોખમમાં મુકાય તે રીતે વાહન ન ચલાવે તેવી અપીલ કરવામાં આવી છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code