Site icon Revoi.in

કોવિડ હોસ્પિટલમાં આગઃ ફાયરબ્રિગેડમાં તાલીમબદ્ધ સ્ટાફના અભાવની તપાસ પંચની ટકોર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં લાગેલી ભિષણ આંગની તપાસ માટે ભાજપ સરકાર દ્વારા ડી.એ.મહેતા તપાસ પંચની રચના કરી હતી. આ પંચનો રિપોર્ટ આજે વિધાનસભામાં રજૂ કરાયો હતો. ફાયરબ્રિગેડમાં આઉટસોર્સિંગથી કામ નહીં કરાવવાની અહેવાલમાં ભલામણ કરાઈ છે. તેમજ ફાયરબ્રિગેડમાં તાલીમબદ્ધ સ્ટાફનો અભાવ હોવાની પણ ટકોર કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ખાનગી કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં 8 જેટલા દર્દીના મોત થયાં હતા. આ ઉપરાંત રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. બીજી તરફ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યાયીક તપાસ માટે ડીએ મહેતા પંચની રચના કરી હતી. તપાસ પંચે સમગ્ર ઘટનાની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપ્યો હતો. 219 જેટલા પેજનો આ અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તપાસ પંચે રિપોર્ટમાં હોસ્પિટલોમાં નિયમોનું પાલન કરવાની ટકોર કરી હતી. તેમજ આવી ઘટનાઓને બનતા અટકાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. તેમજ ફાયરબ્રિગેડમાં આઉટ સોર્શિંગથી કામ નહીં કરવાની ટકોર કરી હતી. આ ઉપરાંત ફાયરબ્રિગેડનું વિસ્તરણ કરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત તાલીમબદ્ધ સ્ટાફનો અભાવ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં નિયમોનું પાલન કરવાની પણ તાકીદ કરી હતી. સરકાર તપાસ પંચના રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે.

(Photo-File)