- કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ
- આગને કારણે 2 લોકોના નિપજ્યા મોત
- અન્ય 70 દર્દીઓને બચાવી લેવાયા
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ભાંડુપમાં એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે 2 લોકોનાં મોત નિપજ્યા છે.જયારે અન્ય 70 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે.
બનાવની જાણ થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો.અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મુંબઇના મેયરે કહ્યું કે, આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.મેં પહેલીવાર એક મોલમાં હોસ્પિટલ જોઈ છે. તેને લઈને કાર્યવાહી થવી જોઈએ. કોવિડ સંક્રમિત 70 દર્દીઓને બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડીસીપી પ્રશાંત કદમે કહ્યું કે, આગની ઘટનામાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આગ મોલના પહેલા માળે લાગી હતી.કોરોના કેર હોસ્પિટલમાં 76 દર્દીઓ દાખલ હતા.હાલ બચાવ કામગીરી ચાલી રહી છે..ઘટના સ્થળે આશરે 23 ફાયરની ગાડીઓ છે.
-દેવાંશી