- ગાઝિયાબાદની ગૌશાળામાં આગ લાગવાની ઘટના
- 38 ગાયોનો થયા મોતના સમાચાર
- રવિરા-સોમવારની મધ્યરાત્રીએ બની હતી ઘટના
ગાઝિયાબાદઃ દેશના રાજ્ય ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક કચરાના ઢગલા સ્થળે આગ ફાટી નીકળી હતી,આ આગની ઘટના ગૌ શાળા પાસે બની હતી, આગ જ્યા લાગી હતી ત્યા ગૌશાળામાં ઘણી ગાયોને રાખવામાં આવી હતી.આગમાં 38 ગાયો બળી જવાથી મોતને ઘાટ ઉતરી છે.
આ મામલે અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આગ લાગવાની ઘટના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાનવાણી ગામની ગૌશાળામાં રવિવાર-સોમવારની મધ્યરાત્રિએ લગભગ 1.30 વાગ્યે બનવા પામી હતી.
શ્રી કૃષ્ણ ગૌશાળાના સંચાલકના જણાવ્યા પ્રમાણે આ આગની ઘટના સમયે ત્યાં 150 જેટલી ગાયોને રાખવામાં આવી હતી. એવી આશંકા છે કે નજીકના કચરાના ડમ્પ સાઇટમાં આગ લાગવાને કારણે જ્વાળાઓ ગૌશાળા સુધી પહોંચી હતી.ડેને લઈને ગોશાળા પણ આગની ઝપેટમાં આવી હતી જેમાં ગાયો બળીને રાખ થી ગઈ હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે આ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. “પ્રારંભિક નિરીક્ષણ મુજબ, આગને કારણે 15 થી 20 પશુઓ મૃત્યુ પામ્યા છે. આ અંગે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.ત્યાર બાદ જણાવામાં આવ્યું કે આ ઘટનામાં કુલ 38 ગાયોના મોત થયા છે. પોલીસે આ મામલાની તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ઘરી છે.અને આ તપાસ માટે નિમાયેલી ખાસ સમિતિ તેના પર ધ્યાન આપશે