Site icon Revoi.in

અમદાવાદના ચંડોળામાં ભંગારના ગોડાઉનમાં આગઃ ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી

Social Share

અમદાવાદઃ શહેરમાં કડકડતી ઠંડીમાં વહેલી પરોઢે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવની ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે ભંગારનું ગોડાઉન હોવાથી હજી આગને ઠારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.

અમદાવાદ ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ ફાયરબ્રીગેડને  આજે વહેલી સવારે 4.30 આસપાસ કોલ મળ્યો હતો કે ચંડોળા તળાવ BRTS વર્કશોપ પાસે ભંગારના ગોડાઉનમાં મોટી આગ લાગી છે. ભીષણ આગનો કોલ મળતાં ફાયરબ્રિગેડની ચાર બાદ કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ફાયરબ્રીગેડના સૂત્રોએ ઉમેર્યું હતું ભંગારના ગોદાનમાં પ્લાસ્ટિકનો કચરો વધુ હોવાને લીધે  આગ વધુ ફેલાઈ હતી. બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આગને બુઝાવ્યા બાદ તેને કુલીગ કરવાની કામગીરી હજી કરવામાં આવી રહી છે. આ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઈલેક્ટ્રિક શોક સર્કિટથી આગ લાગી હોય એવું પ્રાથમિક તપાસ બાદ માનવામાં આવે છે. જોકે વધુ તપાસ કરી રહ્યા છીએ. આગ હાલ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે. પોલીસ પણ તેની રીતે તપાસ કરી રહી છે.  (file photo)