Site icon Revoi.in

પાલનપુરથી મહેસાણા જઈ રહેલી એસટીબસમાં આગ લાગીઃ 10 મુસાફરોનો બચાવ

Social Share

પાલનપુરઃ જિલ્લાના છાપી હાઇવે પર  પાલનપુરથી મહેસાણા તરફ જતી એસટી બસમાં આગ લાગવાનો બનાવ બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ બસ ચાલકે સમયસૂચકતા વાપરીને 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ સદનસીબે મોટી જાનહાનિ ટાળી હતી. જ્યારે બસ બળીને ખાક થઈ ગઈ હતી.

સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક હાઈવે પર પાલનપુર-મહેસાણા રૂટની બસમાં આકસ્મિત આગનો બનાવ બન્યો હતો.આજે સવારે પાલનપુરથી મહેસાણા તરફ એસટી બસ જઈ રહી હતી. આ બસમાં 10 મુસાફરો સવાર હતા. રસ્તામાં એસ.ટી વિભાગની મિની બસમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફડી મચી હતી.

બસમાં અચાનક આગ લાગતા 10 જેટલા પેસેન્જરો ગભરાઈ ગયા હતા. પરંતુ ડ્રાઈવરે તેમને સલામતીથી બસમાંથી નીચે ઉતારી દીધા હતા. બાદમાં ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યા સુધી આગથી બસ બળીને ખાખ થઈ ચૂકી હતી. જોકે, આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય હોવાનું પ્રાથમિક અનુમાન છે.  એસટીના અધિકારીઓને જાણ કરાતા અધિકારીઓ દોડી આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તે જાણવા અંગે એસટીએ પણ નિષ્ણાતોની મદદ લીધી છે.