- ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી
- સ્કૂલમાં આગનું કારણ અકબંધ
અમદાવાદઃ શહેરમાં ઉનાળાના આરંભ સાથે ફરી એકવાર આગના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં સાતેક લોકો ફસાયાં હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને કારણે હાલ સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન અભ્યાસ બંધ હોવાથી મોટી જાનહાની ટળી છે. ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પાંચ માળની એક શાળામાં આજે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્કૂલમાં લાગેલી આગના ધુમાડા દુર સુધી દેખાતા આસપાસના વિસ્તારના લોકોમાં પણ ભય ફેલાયો હતો. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત આગની આ ઘટનમાં સાતેક લોકો ફસાયાં હોવાની આશંકાએ તેમને બટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્કૂલમાં ક્યાં કારણોસર આગ લાગી તે જાણી શકાયું ન હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા તમામ સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. સ્કૂલમાં વિદ્યાર્થી આવતા નહીં હોવાથી દૂર્ઘટનામાં મોટી જાનહાની ટળી છે. હાલ સ્કૂલમાં સ્ટાફ જ ફરજ પર આવે છે.