Site icon Revoi.in

રાજકોટમાં ફર્નિચરનો શો-રૂમમાં આગઃ ફર્નિચર સાથે વાહનો પણ બળીને ખાક

Social Share

રાજકોટઃ  શહેરમાં આનંદનગર બંગલા ચોક વિસ્તારમાં ફર્નિચરના શો-રૂમાં ભયંકર આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, ખાલી પ્લોટમાં આગ લાગ્યા બાદ તે વધારે પ્રસરી હતી. આગ એટલી ભયાનક હતી કે વાહનો પણ તેની ચપેટમાં આવી ગયા હતા.

રાજકોટ મ્યુનિ.ના ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફર્નિચરના શો-રૂમમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દીધી હતી. આગ લાગ્યા બાદ આખી બિલ્ડિંગને ઝપેટામાં લઈ લીધી હતી. જોકે ફર્નિચરનો લગભગ તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ ઈમારતની પાસે પાર્ક કરેલા વાહનોને પણ ઝપેટામાં લઈ લીધા હતા. જ્યારે 60 જેટલા લોકો ફસાયા હતા, આ તમામને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, હાલ આગ લાગવાનું કારણ સામાન્ય સ્પાર્કના થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. હાલ 60થી 70 લાખનું નુકસાન પહોંચ્યું છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

મ્યુનિ.ના ફાયર ચીફ ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, શહેરના  મવડી આનંદ બંગલા ચોક પાસે રાજકમલ સ્ટીલ ફર્નિચરમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. આથી તાત્કાલિક મવડી ફાયર સ્ટેશનથી ગાડી મોકલી હતી. બાદમાં વધુ ધુમાડા દેખાતા વધુ ગાડી બોલાવી હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ બળીને ખાક થઈ છે.  ફર્નિચરના ગોડાઉનમાં વર્કરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જો કે સદનસીબે ફર્નિચરના ગોડાઉનમાં કામ કરતા તમામ લોકો બહાર નિકળી જતા કોઈ  જાનહાનિ પહોંચી નથી. કંપનીમાં 60 લોકો કામ કરતા હતા. અને તમામ સુરક્ષિત છે. ફર્નિચરની તમામ પ્રોડક્ટ આગમાં ખાક થઈ ગઈ છે. ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગની ચપેટમાં કર્મચારીઓનાં વાહનો પણ આવ્યાં છે. ત્રણથી ચાર ટુવ્હીલર બળીને ખાક થઈ ગયાં છે. આગ વધુ પ્રસરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.