તમિલનાડુમાં ફટાકડાની ફેકટરીમાં આગઃ 9 વ્યક્તિઓના મોત
મુંબઈઃ તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની એક ફેકટરીમાં બ્લાસ્ટ બાદ ભિષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 09 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 15થી વધારે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર વિરુધુનગર સ્થિત ફટાકડાની ફેકટરીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. તેમજ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી કામ કરતા કર્મચારીઓ કંઈ પણ સમજે પહેલા આગની લપેટોમાં ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. 14 ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા.
આગની આ ઘટનામાં 11 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 14થી વધારે વ્યક્તિઓને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સરકારને અપીલ કરી હતી.