Site icon Revoi.in

પંજાબમાં ફટાકડા ફોડવા પર રોક – દિવાળી અને ગુરુપર્વના દિવસે માત્ર બે કલાક ગ્રીન ફટાકડા ફોડવાની અપાઈ છૂટ

Social Share

ચંદીગઢઃ- આવનારા દિવસોમાં દેશનો મહાન પર્વ દિવાળી આવી રહ્યો છે જેને લઈને દેશના ઘણા રાજ્યો સતર્ક બન્યા છે.ત્યારે પંજાબર રાજ્યએ પણ ફટકાડાવા ફોડવા બાબતે મહત્વનો નિર્ણય જારી કર્યો છે.

પંજાબની ચરણજીત ચિન્ની સરકારે દિવાળીના પર્વ અને ગુરુ નાનાક પર્વ પર પંજાબ રાજ્યમાં ફટાકડા ફોડવા પર બેન મૂક્યો છે, પંજાબ સરકાર તરફથી જારી કરવામાં આવેલા દિશોનિર્દશમાં જણાવાયું છે કે દિવાળી અને ગુરુપર્વ પર માત્રને માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની જ મંજુરી આપવામાં આવશે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર પંજાબના મંડી ગોવિંદગઢ અને જલંધર જિલ્લામાં 28-29 ઓક્ટોબરની મધ્યરાત્રિથી 31 ડિસેમ્બરની મધ્યરાત સુધી કોઈપણ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધમૂકવામાં આવ્યો છે.

આ નિર્ણય  નવેમ્બર 2020માં ખરાબ એર ક્વોલીટી ઇન્ડેક્સ ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પંજાબના અન્ય ભાગોમાં દિવાળી, ગુરુપૂરબ, ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા જેવા તહેવારો દરમિયાન ખૂબ જ ઓછા સમય માટે ગ્રીન ફટાકડા ફોટવાની છૂટ આપી છે

ફટાકડા અંગે સરકારે જારી કરેલી ગાઈડ લાઈનમાં દિવાળી અને ગુરપર્વ પર રાત્રે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યના મંડી ગોવિંદગઢ અને જલંધરમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવાની  અપાઈ મંજૂરી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદીગઢ, દિલ્હી અને હરિયાણામાં ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ચંદીગઢમાં આ વખતે પણ લોકો દિવાળી પર ફટાકડા ફોડી શકશે નહીં. ચંદીગઢ પ્રશાસને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.