Site icon Revoi.in

દિવાળીના પર્વે ફટાકડાને કારણે સુરત,અમદાવાદ,વડોદરા અને જામનગરમાં આગના બનાવો બન્યા

Social Share

અમદાવાદઃ નૂતન વર્ષનું આનંદ અને ઉલ્લાસ સાથે ગમન થી ગયું છે. ગઈ કાલે દિવાળીના પર્વમાં ફટાકડાં ક્યાંક કોઈના ઘરમાં, તો ક્યાંક ગોડાઉનમાં ફટાકડાના તણખાથી આગ ફાટી નીકળી હતી.  સુરતના હારા દરવાજા ખાતે ઝૂપડપટ્ટીમાં ફટાકડાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવાળી ટાંણે 15 થી 20 ઝુંપડા બળી ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો દોડી ગયો હતો. હાલ ફટાકડો પડતા આગ લાગી હોવાનું તારણ છે. દિવાળીના તહેવાર પર ઝૂપડામાં રહેતા તમામ લોકોનો ઘરવખરીનો સમાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.

અમદાવાદમાં પણ દિવાળીના રાત્રે આગનો બનાવ બન્યો હતો. ઓઢવ નજીક જય કેમિકલ પાસે પ્લાસ્ટિકના ગોડાઈનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાથી જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આગના ધુમાડા ઊંચે સુધી ઉડ્યા હતા. આગના બનાવની જાણ થતાં ફાયરનો કાફલો દોડી ગયો હતો. અને ભારે જહેમતને અંતે આગ પર કાબુ મેળવી લીધો હતો.

આ ઉપરાંત વડોદરાના પાદરાના નવાપુરા વિસ્તારમા આગનો બનાવ બન્યો હતો. એક મકાનના ઉપલા માળે આગ લાગી હતી. જેથી પાદરાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોક ટોળાં જામ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

જામનગરમાં વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જામનગર શહેરના પવન ચક્કી વિસ્તારની ઘટના આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી ફાયરની ટીમ દ્વારા 3 જેટલી ગાડી દ્વારા આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી.