અમદાવાદઃ શહેરનામાં આગ લાગવાના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં સરખેજ ધાળકા રોડ પર નરીમાનપુરા ગામ નજીક આવેલી ફટાકડાની ફેકટરી, તેમજ સનાથળ બાવળા રોડ પર આવેલી એક ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં તેમજ રાયપુર દરવાજા પાસે આવેલી બેન્કમાં આગ લાગતા ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવીને આગને કાબુમાં લીધી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના સરખેજ-ધોળકા હાઇવે ઉપર નરીમાનપુરા ગામ નજીક આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગી હતી. અમદાવાદ ફાયરબ્રિગેડની કુલ નવ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફટાકડાની ફેક્ટરીમાં બાંધેલા છમાંથી ત્રણ જેટલા બકરાના સળગી જવાથી મૃત્યુ થયાં છે, જ્યારે ત્રણ બકરાને ફાયર ટીમે બચાવી લીધા હતા. બીજી ઘટનામાં શહેરના સનાથલ-બાવળા રોડ ઉપર આવેલા પટેલ ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આગને બીજો બનાવ શહેરના સનાથલ-બાવળા રોડ ઉપર આવેલા એક ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં બન્યો હતો. આગના બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની બે જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સર્વિસ સ્ટેશનમાં પડેલો વિવિધ સામાન આગમાં સળગી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પટેલ ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
આગના ત્રીજો બનાવ શહેરના રાયપુર દરવાજા પાસે આવેલી બેંકમાં બન્યો હતો. બેન્કમાં સવારના સમયે આગ લાગી હતી. માર્ચ મહિનાનો છેલ્લો દિવસ હોવાના કારણે બેંક કર્મચારીઓ કામગીરી પૂર્ણ કરવા માટે બેંક ખાતે આવ્યા હતા, ત્યારે એસી ચાલુ કરતાં જ ધડાકો થયો હતો અને આગ લાગી હતી.આગ લાગતાની સાથે જ બેન્કનો સ્ટાફ તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. આખી બેંકમાં આગ ફેલાઈ ગઈ હતી અને 12નંગ કોમ્પુટર પ્રિન્ટર બેન્કના દસ્તાવેજ ફર્નિચર વગેરે આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આગના બનાવમાં ટોટલ 25 લાખનું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ બનાવ સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.