Site icon Revoi.in

રાજસ્થાનમાં દિવાળીમાં નહી ફૂટે ફટાકડા, રાજ્ય સરકારે ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો

Social Share

 

ઉદયપુરઃ સમગ્ર દેશભરમાં હાલ પણ કેટલાક રાજ્યોમાં કોરોનાનો ખતરો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એક મહિના બાદ દિવાળી જેવો મોટો તહેવાર પણ આવી રહ્યો છે, જો આ તહેવારોમાં ભીડ એકઠી થાય તો કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતાઓને નકારી ન શકાય, ત્યારે આ સમગ્ર સ્થિતિને જોતા અનેક રાજ્યો ઠોસ નિર્ણયો લઈ રહ્યા છે, જેમાં રાજ્સ્થાન સરકારે દિવાળીને લઈને ખાસ નિર્ણય જારી કર્યો છે.

રાજસ્થાન સરકારે નિર્ણય લીધો છે કેઆગામી મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે વાયુ પ્રદુષણને રોકવા માટે 31 ઓક્ટોબર 2022 સુધી રાજ્યમાં આતિશબાજી કે ફટાકડા ફોડવા દેવામાંં આવશે નહી આ બાબતે સંપૂર્મ પ્રતિબંધ જાહેર કર્યો છે.

રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેર, દિવાળી અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આવતા વર્ષેના જાન્યુઆરી મહિના સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડ્યું છે.

અશોક ગેહલોત સરકારે એક આદેશ જારી કર્યો છે કે નિષ્ણાતોએ આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં રાજ્યના લોકોને વાયુ પ્રદૂષણથી મૂક્ત કરવા માટે જાન્યુઆરી 2022 સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જાહેરનામામાં સરકારે એમ પણ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈને પણ ફટાકડા ફોડવા માટે પરવાનગી આપવામાં આવશે નહી