Site icon Revoi.in

પાકિસ્તાન દ્વારા અખનૂર, મેંઢર, પુંછ, નૌશેરા સેક્ટરોમાં શસ્ત્રવિરામ ભંગ, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ

Social Share

ભારતીય વાયુસેનાની આક્રમક કાર્યવાહીને કારણે ખિજાયેલા પાકિસ્તાને એક તરફ ભારતને ધમકીઓ આપવાની શરૂ કરી છે. તો બીજી તરફ નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાએ કારણ વગર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર મંગળવારે સાંજે નૌશેરા, રાજૌરી અને અખનૂર સેક્ટરોમાં ગોળીબાર કર્યો છે. એટલું જ નહીં પાકિસ્તાની સેનાએ મેંઢર અને પુંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પણ પાયરિંગ કર્યું છે. પાકિસ્તાની રેન્જર્સના દુસ્સાહસને ભારતીય સેનાના જાંબાજોએ વળતી કાર્યવાહી કરીને આકરો જવાબ આપવાનું શરૂ કર્યું છે.

તો બીજી તરફ પાકિસ્તાની સેના અને એજન્સીઓ હુમલાવાળા સ્થાનને સાફ કરવામાં લાગી ગઈ છે. પાકિસ્તાન બુધવારે સવારે આંતરરાષ્ટ્રીય પત્રકારોના એક સમૂહને બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના સ્થાન પર લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. મંગળવારે પત્રકારોને હુમલાના સ્થળે નહીં લઈ જવા માટે હવામાનનું બહાનું બનાવ્યું છે. જો કે સચ્ચાઈ એ છે કે આ સમયગાળામાં તેઓ આતંકવાદોની લાશો અને અન્ય ચીજવસ્તુઓને હટાવી શકે.