- ન્યુયોર્કના સબસ્ટેશન પર ફાયરિંગની ઘટના
- અનેક લોકોના મોતનો એહેવાલ
- વિતેલી રાતે ઘટના બની
દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં આડેઘડ ફાયરિંગ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે ત્યારે ફરી અમેરિકાનું હબ ગણાતા ન્યૂયોર્કમાં વિતેલા દિવસને મંગળવારની રાતે અંદાજે 8 વાગ્યે આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતં.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ ફાયરિંગ ન્યૂયોર્કના બ્રુકલિન સબવે સ્ટેશન પર ભારે ભીડ વચ્ચે કરાયુ હતું જેમાં અનેક લોકોને ગોળી વાગવાના એહવાલ પુ્રાપ્ત થી રહ્યા છે,મીડિયા રિપોર્ટની જો માનવામાં આવે તો ન્યૂયોર્કમાં હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે જ સબ સ્ટેશનની બહારના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સઘન તપાસ હાથ ઘરવામાં આવી રહી છે, ગુનેગારની શોઘખોળ હાલ શરુ જ છે, જો કે આ ફાયરિંગ કયા કારણથી કરવામાં આવ્યું છે તે અંગે કોઈ માહિતી મળી નથી.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 13થી વધુ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રએ હાલ કોી વિગતવાર માહિતી આપી નથી. સાથે જ શહેરના મેયર એરિક એડમ્સના પ્રવક્તાએ કઈ પણ કહેવાની મનાઈ ફરમાવી હતી,હાલ આ અંગેની તપાસ ચાલુવ હોવાથી તેઓ કઈ કહેવા માંગતા નહતા.
ન્યુયોર્કમાં બનેલી આ ફાયરિંગની ઘટના બાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાની માહિતી પણ મળી છે.ધટના સ્થળે અનેક લોકો ઘટનાસ્થળે ધુમાડાથી ભરેલા સ્ટેશનના ફ્લોર પર લોહીલુહાણ મુસાફરો પડેલા જોવા મળ્યા છે.અધિકારીઓ બંદૂકધારી વિશે માહિતી મેળવવા માટે અપીલ કરી રહ્યા છે, જે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને હજુ પણ ફરાર છે.
જાણકારી પ્રમાણે “એક વ્યક્તિએ ગેસ માસ્ક પહેર્યો હતો, ત્યારબાદ તેણે સબવે અને પ્લેટફોર્મ પર ઘણા લોકો પર હુમલો કરીને ગોળીબાર કર્યો હતો.” ન્યૂયોર્ક સિટી પોલીસ કમિશનરે આ માહિતી આપી હતી.