Site icon Revoi.in

હજયાત્રા વર્। 2023 માટે પહેલી ટૂકડી શ્રીનગરથી રવાના- 14 હજાર મુસ્લિમ બિરાદરો પહોંચશે પવિત્ર યાત્રાધામ ‘મક્કા-મદીના’

Social Share

શ્રીનગરઃ- મુસ્લિમ બિરાદરો જીલ્હજ ના મહિનામાં સાઉદીના પવિત્ર ધામ ગણાતા મક્કા મદીનામાં 40 દિવસની હજયાત્રા માટે જતા હોય છે ત્યારે આ વર્ષ દરમિયાન પણ હજારો યાત્રાળુંઓ હજયાત્રાની નોંધણી કરાવી છે ત્યારે શ્રીનગરથી હજયાત્રા કરવનારાની પ્રથમ ટૂકડી સાઉદી માટે રવાના કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે શ્રીનગરથી યાત્રા માટે નીકળા મુસ્લિમ બિરાદરોની સંખ્યા 14 હજાર હોવાનું કહેવાય રહ્યું છે. આ ક્ષેત્રમાંથી  14 હજારથી વધુ મુસ્લિમોએ હજયાત્રાની તૈયારીઓ બતાવી હતી. શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી સીધા જેદ્દાહ સુધીની તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી હતી. ઉત્સાહ અને પ્રાર્થના વચ્ચે, તીર્થયાત્રીઓને તેમના સંબંધીઓ દ્વારા એરપોર્ટ પર વિદાય આપવામાં આવી હતી.  આ સમયગાળા દરમિયાન એરપોર્ટની બહાર ભારે ભીડ જોવા મળી હતી.

હજયાત્રીઓને વિદાય આપવા માટે શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલા હજ હાઉસ ખાતે પરિવારો, મિત્રો અને શુભેચ્છકો એકઠા થયા હતા.ઉત્સાહભેર સગાઓએ યાત્રીઓને વિદાય આપી હતી.

કાશ્મીર ક્ષેત્રના વિવિધ ભાગોમાંથી 630 લોકોનો સમાવેશ કરીને યાત્રાળુઓની પ્રથમ ટુકડી સાઉદી અરેબિયા માટે ખાસ ફ્લાઇટમાં સવાર થઈ હતી. આ દરમિયાન તમામ હજયાત્રીઓના ચહેરા પર ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો  આ દરમિયાન યાત્રાળુઓએ એહરામ તરીકે ઓળખાતા સફેદ વસ્ત્રો પહેર્યા હતા. આ સાથે જ એરપોર્ટ સ્ટાફ યાત્રાળુઓને મદદ અને માર્ગદર્શન આપવા તેમજ મુસાફરી દસ્તાવેજોની ઝડપી ચકાસણી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો.

હજ કમિટિ ઓફ ઈન્ડિયાએ જમ્મુ અને કાશ્મીરના યાત્રાળુઓ માટે 22 જૂને છેલ્લી ફ્લાઈટ સાથે દરરોજ બે સીધી ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી હજારો લોકો દર વર્ષે હજ યાત્રાએ જાય છે.

ઉલ્લેખનીય છે કે  હજ યાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે, જે તમામ શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમો માટે તેમના જીવનકાળમાં ઓછામાં ઓછી એક વખત કરવાની ફરજ છે. આ યાત્રામાં પ્રોફેટ મુહમ્મદના પગલે ચાલતી અનેક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે.

શું હોય છે હજના અરકાન(નિયમો)

આ યાત્રા 40 દિવસની હોય છે જેમાં હજના દિવસો 5 હોય છે.એટલે કે  ઈસ્લામિક ઘર્મ પ્રમાણે ઝિલ્હજ્જની ૮મી તારીખથી હજના અરકાનો શરૂ થઈ જાય છે. ૮મીના સૂર્ય ઉગ્યા પછી એહરામની હાલતમાં બધા હાજીઓએ મિના જવાનું છે.અહી હજના 5 દિવસ ખૂબ જ કઠીન રીતે કાઢવાના હોય છે 5 દિવસ સફેદ વસ્ત્રો .વાળ કે નયક ન કાપવા જેવા અરકાન કરવામાં આવે છે.આ 5 દિવસ દરમિયાન અહી તંબુઓ અને ઘર જેવા બનાવેલા તંબુઓમાં જ રહેવાનું હોય છે.આ સાથે જનખ, વાળ અને દાઢી કાપવા માટે પ્રતિબંધિત છે. આ દરમિયાન ઝઘડો કે દલીલ કરવાની પણ મંજૂરી નથી. અહી મીનામાં શૈતાનને પત્થર મારવાની પરંપરા પછી બકરીદ પર જાનવરોની કુર્બાની આપવાની પરંપરા છે. તે પછી જ હજ પૂર્ણ થઈ જાય છે. હજ યાત્રા પૂરી થતા જ યાત્રી વાળ અને દાઢી કરાવે છે તેમજ મહિલાઓ નખ અને વાળ કપાવે છે.