1. Home
  2. ગુજરાતી
  3. 380 લોકોની પ્રથમ ટૂકડી હજયાત્રા 2023 માટે દિલ્હી એરપોર્થીટ સાઉદી માટે રવાના થઈ
380 લોકોની પ્રથમ ટૂકડી હજયાત્રા 2023 માટે દિલ્હી એરપોર્થીટ સાઉદી માટે રવાના થઈ

380 લોકોની પ્રથમ ટૂકડી હજયાત્રા 2023 માટે દિલ્હી એરપોર્થીટ સાઉદી માટે રવાના થઈ

0
Social Share
  • હજયાત્રા માટે પ્રથમ ટીમ રવાવા
  • 380 લોકોની પ્રથમ ટૂકડી હજયાત્રા માટે રવાના કરાઈ

દિલ્હીઃ- મુસ્લિમ ધર્મનો જીલહજ મહિનાનો આરંભ થી ચૂક્યો છે ત્યારે વિતેલી રાત્રે દેશની રાજધાની દિલ્હીથી હજયાત્રા કરનારાઓની પ્રથમ ટૂકડી સાઉદી માટે રવાના કરાી હતી.કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ સહીત, દિલ્હી એરપોર્ટ પર કોઈ ભીડભાડ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, હાજીઓ માટે એરપોર્ટને બદલે હજ સ્થળ પર પિક-અપ પોઈન્ટ રાખવામાં આવ્યો છે. તીર્થયાત્રા માટે વિમાનમાં મુસાફરી કરનારાઓને યાત્રાના દિવસે બસમાં સ્થળથી એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા ,હજ ફ્લોર પર ડૉક્ટરોને પણ સરળ તબીબી પહોંચ માટે અને મુસાફરી માટે જરૂરી તબીબી પ્રમાણપત્રો આપવા માટે રાખવામાં આવ્યા છે.

વિતેલી રાત્રે  નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હજ યાત્રીઓના પ્રથમ બેચને વિદાય આપી હતી. આ બેચમાં 381 હાજીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને દિલ્હી રાજ્ય હજ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા દિલ્હીથી અલગ-અલગ બેચમાં 22 હજારથી વધુ હજ યાત્રીઓ  હજકરવા માટે જશે.

ઉલ્લેખનીય છે કે  આ વર્ષ દરમિયાન ડિજિટલ પસંદગી પ્રક્રિયા દ્વારા દેશભરમાંથી એક લાખ ચાલીસ હજાર લોકોને હજ યાત્રા માટે પસંદ કરવામાં આવ્યા છે.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે અમે દરેકની સુખાકારી માટે પ્રાર્થના કરી. ભારત અને સાઉદી એકસાથે કામ કરતા મિત્ર દેશો છે, તેથી વડાપ્રધાનના નેતૃત્વમાં ઘણું કામ થયું છે. આ વખતે ભારત સરકારે મેહરમ વગર હજ માટે પરવાનગી આપી છે, જેના કારણે પહેલીવાર 4,314 મહિલાઓ મેહરમ વગર હજ પર જઈ રહી છે.

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયે કહ્યું છે કે કુલ પસંદ કરાયેલા મુસાફરોમાંથી 10,000 લોકોની ઉંમર 70 વર્ષથી વધુ છે. આ વર્ષે સરકારને હજ યાત્રા માટે એક લાખ 84 હજાર લોકોની અરજીઓ મળી હતી. મંત્રાલયે કહ્યું છે કે આ વર્ષે ભારત માટે એક લાખ 75 હજારથી વધુ મુસાફરોનો ક્વોટા ફાળવવામાં આવ્યો હતો. આ વર્ષે સૌથી વધુ 4000 મહિલાઓ કોઈપણ એસ્કોર્ટ વિના હજ કરશે.દર વર્ષે સાઉદી અરેબિયા સમગ્ર વિશ્વમાંથી 2.5 મિલિયનથી 3 મિલિયન લોકોને હજ યાત્રા માટે મક્કામાં આમંત્રણ આપે છે. ભારત વિશ્વમાં હજ યાત્રીઓની ત્રીજી સૌથી મોટી બેચ મોકલી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code