Site icon Revoi.in

ભગવાન શિવના નાદ સાથે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટૂકડી જમ્મુથી રવાના કરાઈ – કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

Social Share

 

દિલ્હીઃ- 1 લી જૂલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફા માટે રવાના થઈ ગઈ છે. ડેપ્યુટી ગવર્નર અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ શુક્રવારે સવારે લગભગ સવારે 4 વાગ્યેને 15 મિનિટે પ્રાર્થના કર્યા પછી પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી.

પ્રથમ ટૂકડી રવાના કરવામાં આવી તે વખતે આ દરમિયાન બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેના રંગે રંગાઈ ગયો હતો. ભક્તોએ ભોલેના મંત્રોચ્ચાર કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો.વાતાવરણ સમગ્ર ભક્તિમય બન્યું હતું.

અમરનાથ યાત્રાને લઈને સમગ્ર માર્ગો પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે .કડક સુરક્ષા વચ્ચે વાહનોના કાફલાને કાશ્મીર રવાના કરવામાં આવ્યો હતો. ગુરુવારે, તીર્થયાત્રીઓનો પ્રથમ ટુકડી જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગર પહોંચી હતી.યાત્રા દરમિયાન ભૂસ્ખલનની સંભાવનાવાળી જગ્યાઓ પરથી પસાર થતી વખતે પત્થરોથી બચવા માટે પ્રથમ વખત હેલ્મેટ આપવામાં આવ્યા હતા.

અમરનાથ યાત્રીઓની મુસાફરોની સુરક્ષા અને ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. પર્યટન વિભાગના શિડ્યુલ અનુસાર, બેચનું સ્વાગત ટિકરી, ચંદ્રકોટ અને ઉધમપુરના અન્ય સ્થળોએ કરવામાં આવશે. બેચના પ્રસ્થાન દરમિયાન યાત્રા રૂટ પર સામાન્ય વાહનોની અવરજવર બંધ રહેશે.

આ સહીત ભક્તો શનિવારે પરંપરાગત બાલતાલ અને પહેલગામ માર્ગે પવિત્ર ગુફા તરફ આગળ નીકળશે . બાલતાલ રૂટથી જતી બેચ હિમલિંગની મુલાકાત લીધા બાદ શનિવારે જ પરત ફરશે.આથી વઘુ માહિતી પ્રમાણે  ગુરુવાર સુધી, 1600 થી વધુ શ્રદ્ધાળુઓ દેશભરમાંથી યાત્રા માટે ભગવતી નગર બેઝ કેમ્પ પહોંચ્યા હતા. સાંજે તેમના માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરના પ્રવેશદ્વાર લખનપુરથી વાતાવરણ શિવમય બની ગયું છે.