નૂહ – હરિયાણાના નૂહમાં ઘઆર્મિક સરઘસ કાઢવા પર પત્થર મારો કરવામાં આલવ્યો હતો અને ત્યાર બાદ હિંસા ફઆટી નીકળી હતી ત્યારથી પોલીસ સતર્ક છે અનેક જગ્યાઓ પર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે તો ખાસ તમામ સ્થળઓ એ નજર રાખવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટનાની શરુઆત 31 જુલાઈએ હરિયાણાના નૂહથી થી ત્યાર બાદ તેની અસર આજુબાજુના જીલ્લાઓમાં પણ જોવા મળી જેમાં સેંકડો લોકો ઘાયલ થયા હતા અને ઘણા લોકોના મોત થયા હતા. ત્યારે હવે નૂહમાં સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ માટે વિતેલા દિવસે ત્રણ FIR નોંધવામાં આવી હતી.
હરિયાણા સરકારે કમિટી બનાવી સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અગાઉ, હરિયાણા સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વીડિયો, ફોટોગ્રાફ્સ અને દ્વેષપૂર્ણ ભાષણો સહિત ઉશ્કેરણીજનક સામગ્રીના પરિભ્રમણને તપાસવા માટે એક સમિતિની રચના કરી છે
મીડિયા રિપોર્ચની જો માનીએ તો નૂહમાં થયેલી હિંસા અને સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવતી પોસ્ટ સામે આ પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત કરવામાં આવી છે. પોલીસે પ્રથમ બે એફઆઈઆર શાહિદ અને આદિલ ખાન મન્નાકા ઉર્ફે બિરજુ ભાઈ સામે નોંધી છે જ્યારે એક એફઆઈઆર કવિ ગુરુ ઘંટાલ ફેસબુક પેજ સામે નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, વિશ્વ હિન્દુ પરિષદની જલાભિષેક યાત્રાને રોકવાના પ્રયાસને લઈને નૂહમાં ફાટી નીકળેલી અથડામણ ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ હતી. આ અથડામણમાં બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત છ લોકોના મોત થયા છે.