મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા પશુપાલન માળખાગત વિકાસ ફંડ (એએચઆઇડીએફ) હેઠળ ક્રેડિટ ગેરંટી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો ઉદ્દેશ ધિરાણ વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવાનો છે તથા આનુષંગિક સુરક્ષાની કોઈપણ પ્રકારની ઝંઝટ વિના પશુધન ક્ષેત્રમાં સંકળાયેલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસએમઇ)ને ધિરાણનો સુગમ પ્રવાહ સુલભ બનાવવાનો છે. આ યોજનાને કાર્યરત કરવા માટે ડીએએચડીએ રૂ. 750.00 કરોડનાં ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટની સ્થાપના કરી છે, જે લાયક ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા એમએસએમઇને વિસ્તૃત કરવામાં આવેલી ધિરાણ સુવિધાઓનાં 25 ટકા સુધી ક્રેડિટ ગેરંટી કવચ પ્રદાન કરશે.
ધિરાણ ગેરંટી યોજના બિન-સેવા આપતા અને ઓછી સેવા આપતા પશુધન ક્ષેત્ર માટે ધિરાણની સુલભતાની સુવિધા પૂરી પાડે છે, જે મુખ્યત્વે પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો અને સમાજના વંચિત વર્ગ, કે જેઓ તેમના સાહસોને ટેકો આપવા માટે કોલેટરલ સિક્યોરિટીનો અભાવ ધરાવે છે, તેમને ધિરાણકર્તાઓ પાસેથી નાણાકીય સહાયની ઉપલબ્ધતા પૂરી પાડે છે. ક્રેડિટ ગેરંટી યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ધિરાણકર્તાએ પ્રોજેક્ટની સધ્ધરતાને મહત્વ આપવું જોઈએ અને ધિરાણકર્તાએ ધિરાણ મેળવેલી અસ્ક્યામતોની પ્રાથમિક સુરક્ષાના આધારે સંપૂર્ણપણે ધિરાણ સુવિધા સુરક્ષિત કરવી જોઈએ.
પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત અભિયાન પ્રોત્સાહન પેકેજ “એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ” (એએચઆઇડીએફ) હેઠળ ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી, જેનો ઉદ્દેશ વ્યક્તિગત ઉદ્યોગસાહસિકો, ખાનગી કંપનીઓ, એમએસએમઇ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ) અને સેક્શન 8 કંપનીઓ દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા માટે (1) ડેરી પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ( 2) માંસ પ્રોસેસિંગ અને મૂલ્ય સંવર્ધન માળખું સ્થાપિત કરવાનો છે. (iii) પશુઆહાર પ્લાન્ટ, (4) બ્રીડ ઇમ્પ્રૂવમેન્ટ ટેકનોલોજી અને બ્રીડ મલ્ટિપ્લેકેશન ફાર્મ (5) એનિમલ વેસ્ટ ટુ વેલ્થ મેનેજમેન્ટ (એગ્રી વેસ્ટ મેનેજમેન્ટ) અને (6) પશુચિકિત્સા રસી અને દવાઓ ઉત્પાદન સુવિધાઓની સ્થાપના.
એએચઆઈડીએફ યોજનાની મુખ્ય વિશેષતાઓમાંની એક 750.00 કરોડ રૂપિયાના ક્રેડિટ ગેરેંટી ફંડ ટ્રસ્ટની સ્થાપના છે. ડીએએચડીએ નાબાર્ડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નાબસંવર્ધન ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને એએચઆઇડીએફ યોજના હેઠળ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોને ધિરાણ ગેરંટી આપવા માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટની સ્થાપના કરવા માટે એક ટ્રસ્ટની રચના કરી છે.
માર્ચ, 2021માં સ્થાપિત આ ફંડ ટ્રસ્ટ કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં એએચઆઇડીએફની ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ રાષ્ટ્રનું સૌપ્રથમ ફંડ ટ્રસ્ટ છે તથા ડીએએચડી દ્વારા હાથ ધરવામાં આવેલી પથપ્રદર્શક પહેલ છે, જે એએચઆઇડીએફ યોજનાનો લાભ મેળવતા એમએસએમઇ એકમોની સંખ્યામાં ઝડપથી વધારો કરશે અને બેંકો પાસેથી કોલેટરલ-ફ્રી ક્રેડિટ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરશે. ક્રેડિટ ગેરંટી પોર્ટલને નિયમ આધારિત બી2બી પોર્ટલ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ પાત્ર ધિરાણ આપતી સંસ્થાઓની નોંધણી, ક્રેડિટ ગેરંટી કવર જારી કરવા/રિન્યૂઅલ કરવા અને દાવાઓની પતાવટનો અમલ કરવામાં આવ્યો છે.