- કોરોના બાદ કોરોનાના નવા સ્વરૂપનો ખતરો
- મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મોત
- રત્નાગિરીમાં 80 વર્ષીય વૃદ્ધનું નિપજ્યું મોત
મુંબઈ : દેશમાં કોરોનાની મહામારી યથાવત છે.જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યાં હવે નવો ખતરો સામે આવ્યો છે. કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં પ્રવેશી ચુક્યું છે.અને દરેક રાજ્યમાં પ્રસરી રહ્યું છે. ત્યાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, મહારાષ્ટ્રમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટે પગપેસારો કરી દીધો છે. આ સાથે એક વ્યક્તિનો જીવ પણ લઇ લીધો છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મોત સામે આવ્યું છે. આ વેરિયન્ટને કારણે રત્નાગિરિમાં 80 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 21 દર્દીઓ હતા, જેમાં 80 વર્ષીય વૃદ્ધના મોત બાદ હવે આ સંખ્યા 20 થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે ડેલ્ટા પ્લસના અત્યાર સુધીમાં આવેલા દર્દીઓની સંખ્યા માત્ર 21 છે, તેથી વાયરસનું સ્થાન શું છે? પહેલા ડેલ્ટા હતો અને પછી ડેલ્ટા પ્લસ થયો,શું ડેલ્ટાએ તેને રિપ્લેસ કર્યો છે, તેથી એવું કંઈ નથી. તેમાં સિંગનિફીકેંટ નંબર નથી. અમે નજીકથી તપાસ કરી રહ્યા છીએ. દર મહિને 37 જિલ્લામાં 100 નમૂના લઈએ છીએ અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસીએ છીએ.શું તેને રી ઇન્ફેકશન થયું છે.અને શું તેને વેક્સીન લીધી છે. કેન્દ્ર સાથે પણ આ મામલે મદદ મળી રહી છે. આજે જે 21 દર્દી ડેલ્ટા પ્લસ છે.,જેમાં 1 વૃદ્ધનું મોત નિપજ્યું છે.જેને અન્ય બીમારી હતી.હજી 20 દર્દીઓ છે, જેમાંથી કેટલાક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. ડરવાનું કંઈ નથી, અમે આ મામલે કેન્દ્ર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.