Site icon Revoi.in

પહેલા નોરતે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી,માતા વૈષ્ણ દેવીના દરબારમાં જય માતા દીના નાદ ગુંજી ઉઠ્યા

Social Share

શ્રીનગર:આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.સવારથી જ દેશભરના મંદિરોમાં ભક્તોની ભીડ જામવા લાગી હતી.આજથી શરૂ થતા નવરાત્રિ પર્વમાં નવ દિવસ સુધી મા દુર્ગાના નવ શક્તિ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે. મા દુર્ગાની પૂજા કરવાથી ન માત્ર નવી ઉર્જા આવે છે, પરંતુ પર્યાવરણમાં સકારાત્મકતા પણ આવે છે.

નવરાત્રિના પ્રથમ દિવસે કટરામાં માતા વૈષ્ણ દેવીના દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરવા પહોંચ્યા હતા.તે જ સમયે, લોકો સવારે દિલ્હીના ઝંડેવાલન મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. રાજધાની દિલ્હીના છતરપુર મંદિરમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

સવારે 6 વાગ્યાથી માતા આદ્ય કાત્યાયની દેવી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. લોકો સવારથી જ છતરપુર સ્થિત માતા આદ્ય કાત્યાની દેવી મંદિરમાં આવી રહ્યા છે અને માતાને પ્રસન્ન કરવા માટે પ્રસાદ, ફૂલ ચઢાવીને પ્રાર્થના કરી રહ્યા છે
મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

આજથી (26 સપ્ટેમ્બર) શરૂ થયેલી નવરાત્રી 4 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે અને 05 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે.