સૌપ્રથમ: દેશભરના અદાણી પોર્ટસ પર ‘ 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ’ સિસ્ટમનો અમલ
ભારતના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સે બિઝનેસ એક્સેલેન્સમાં કાર્યદક્ષતા માટે 5S પદ્ધતિ લાગુ કરી છે. ભારત સરકાર હેઠળની નેશનલ પ્રોડક્ટીવીટી કાઉન્સીલ તરફથી કંપનીને 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સાથે જ અદાણી પોર્ટસ 5S પદ્ધતિ લાગુ કરનાર દેશભરમાં સૌપ્રથમ પોર્ટ બની ગયું છે.
તાજેતરમાં અદાણી પોર્ટ્સના સીઈઓ કરણ અદાણીએ ‘5S વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમ– APSEZ બિઝનેસ એક્સેલન્સની પહેલ પુસ્તકનું વિમોચન કર્યુ હતું. જેમાં કેસ સ્ટડીઝ અને ઉદાહરણોના આધારે પોર્ટ બિઝનેસના કાર્યક્ષમ મેનેજમેન્ટ માટે વિસ્તૃત માર્ગદર્શન રજૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને શ્રેષ્ઠતા આધારિત બિઝનેસ મોડેલના અદાણી પોર્ટના વિઝનને દર્શાવવામાં આવ્યું છે.
અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ) ના દેશના તમામ બંદરોમાં 5Sના સિદ્ધાંતો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ- મુન્દ્રા, અદાણી કંડલા બલ્ક ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ- તુણા, મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર પ્રાઈવેટ લિમિટેડ- કટ્ટુપલ્લી, ધ ધામરા પોર્ટ કંપની લિમિટેડ-ધામરા, અદાણી કૃષ્ણપટ્ટનમ પોર્ટ લિમિટેડ-કૃષ્ણપટ્ટનમ, અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ-એન્નોર, ગંગાવરમ પોર્ટ લિમિટેડ- ગંગાવરમ, અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ લિમિટેડ-દહેજ, અદાણી મુર્મુગાઓ પોર્ટ ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ-ગોવા અને અદાણી હજીરા પોર્ટ લિમિટેડ-હજીરાનો સમાવેશ થાય છે.
5S વર્કપ્લેસ મેનેજમેન્ટ જાપાનની પ્રભાવી મેનેજમેન્ટ તકનીક છે, જેનો અમલ કરવાથી વ્યવસાયો તેમજ ગ્રાહકોને સર્વોત્તમ આઉટપુટ પરિણામો મેળવવામાં મદદ મળે છે. પોર્ટ બિઝનેસમાં 5S પદ્ધતિના પાંચ S એટલે Sort, Set-in order, Shine, Standardize અને Sustain. આ પાંચેય સિદ્ધાંતો અમલમાં આવતા સલામત કાર્યકારી વાતાવરણમાં પ્રભાવી ઓપરેશન થતાં બિઝનેસના એકંદર આઉટપુટમાં વધારો થાય છે.
5Sના અભિગમથી પોર્ટની કામગીરીને ઑપ્ટિમાઇઝ કરી ગ્રાહકોને અસાધારણ વળતર તેમજ ટકાઉ સફળતા હાંસલ કરવામાં ભારે મદદ મળે છે. વળી તેનાથી સુરક્ષા, ઉત્પાદકતા, કાર્યક્ષમતા, ખર્ચ બચત અને કર્મચારીઓની સંલગ્નતામાં વધારો જેવા લાભ થાય છે. દેશ-દુનિયાની અનેક સંસ્થાઓએ 5S પદ્ધતિ અપનાવી કાર્યક્ષમતામાં સુધારો પુરવાર કર્યો છે.
પોર્ટસની કામગીરીમાં સલામતી સર્વોપરી છે. 5S ના અમલીકરણ દ્વારા સંભવિત જોખમો અને અવરોધોને પારખી દૂર કરી શકાય છે, અકસ્માતો અને ઇજાઓનું જોખમ ઘટાડી શકાય છે. ચિહ્નિત થયેલ માર્ગો, નિયુક્ત સંગ્રહ વિસ્તારો અને જાળવણીયુક્ત સાધનો સલામત કાર્યકારી વાતાવરણ બનાવવામાં ભૂમિકા ભજવે છે. વળી આ તમામ પ્રક્રિયામાં કર્મચારીઓને સામેલ કરવાથી તેમના કામકાજના વાતાવરણમાં માલિકી અને ગૌરવની ભાવના વધે છે.
પોર્ટસ પર અસરકારક ઓપરેશન માટે 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ મૂલ્યવાન અભિગમ છે જેનાથી કામગીરીને સમયસર અને ઑપ્ટિમાઇઝ કરીને ગ્રાહકોને અસાધારણ આઉટપુટ આપી શકાય છે.