અમેરીકાના હ્યૂસ્ટનમાં મૂળ ભારતીય અને પ્રથમ શિખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, અમેરિકામાં મૂળ ભારતીય સંદીપ ધાલીવાલ જે પ્રથમ શીખ પોલીસ અધિકારી હતા તેમની હ્યુસ્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સંદીપ ધાલીવાલ 10 વર્ષ પહેલા અહિયાના પોલીસ દળમાં જોડાયા હતા.
શુક્રવારના રોજ નોર્થવેસ્ટ હેરી કાઉન્ટીમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.તેઓ આ ઘટના બની ત્યાપે ટ્રાફીક સ્ટોપ પર તૈનાત હતા,જ્યારે તેઓ પોતાની પેટ્રોલિંગ કાર તરફ જતા હતા ત્યારે એક ગાડીમાંથી પિસ્તાલો લઈને બેસેલો એક અજાણ્યા વ્યક્તિએ ગાડીમાંથી ઉતરીને પાછળથી સંદિપ પર ગોળીઓનો વરસાદ કરી દીધો.
મામલાને લઈને અનેક શંકા સેવાઈ રહી છે,પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિનંદર સિંહએ ટ્વિટ કરીને ઘટના પર શોક વ્યક્ત કર્યો છે,તેમણે ક્હયું કે, “સંદિપ સિંહ ધાલીવાલ નિર્દય હત્યા વિશે જાણીને ખુબ દુખ થયુ છે,તેઓ ગર્વ સાથે શુખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા ને તેઓ મેરીકાન પ્રથમ પાઘડીઘારી ઓફિસર હતા”.
ત્યારે ઘટનાને લઈને વિદેશ મંત્રી એસ,જયશંકરે પમ ટ્વિટ કર્યું છે,ને લખ્યું છે કે, “સંદિપ સિંહ ધારીવાલની હત્યા બાબતે જાણીને ઘણું દુખ થયુ,અને તોજેતરમાં જ તે શહેરમાંથી પરત ફર્યા છે,મારી સંવેદના તેમના પરિવાર સાથે છે”
ત્યારે આ મામલામાં ત્યાર સુધી બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તે સાથે એક હથિયાર પણ મળી આવ્યું છે. પોલીસના કહેવા મુજબ આ હથિયારનો ઉપયોગ હત્યામાં કરવા માટે કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસ તે બાબતની તપાસ કરી રહી છે કે, આ રંગભેદનો મામલો છે કે નહીં. ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં અમેરિકાના હ્યુસ્ટનમાં પીએમ નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.