- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આરંભ
- આજે રાજ્યમાં પ્રથમ તબક્કાનું યોજાશે મતદાન
- 19 જીલ્લામાં 89 સીટો પર મતદાન
અમદાવાદઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીનો આજથી આરંભ થી ચૂક્યો છે,રાજ્યમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, રાજ્યના 19 જીલ્લાઓમાં આજે મતદાન કરવામાં આવશે જેમાં 89 સીટોનો સમાવેશ થાય છે જ્યારે આજ રોજના મતદાનમાં 788 ઉમેદાવોર પર જંગ ખેલાશેં.5 હજાર 430થી વધુ મતદાન મથક પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો મતાધિકારીઓ ઉપયોગ કરશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે તબક્કામાં મતદાન થવાનું છે જેમાં બીજા તબક્કાનું મતદાન તારીખ 5મી ડિસેમ્બરના રોજ થશે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે છે ત્યાર ેસૌ કોઈ વરિષ્ટ નેતાઓની નજર આ મતદાન પર ટકેલી છે,દરેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ત્યારે બીજેપી બીજી તરફ જોરદાર જીતનો દાવો પણ કરી રહી છે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી માટે સંકટની ઘડી જેવી સ્થિતિ સર્જાય છે.આસાથે જ . સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પરથી અનેક દિગ્ગજો મેદાનમાં છે.
આ વખતે જાણે કોંગ્રેસ સાથે રસાકસી જોવા મળી નથી જો કે આપ અને ભાજપમાં ટક્કર છે, આ વખતે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ રાજકીય મેદાનમાં ઉતરીને આ ચૂંટણીને રસપ્રદ બનાવી છે. આમ આદમી પાર્ટીએ 182માંથી 181 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.