Site icon Revoi.in

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણઃ અરૂણાચલ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગ સિવાય દેશમાં ક્યાંય નહીં દેખાય

Social Share

દિલ્હીઃ આજે વર્ષ 2021નું પ્રથમ સૂર્ય ગ્રહણ દુનિયાના મોટાભાગના દેશોમાં જોવા મળશે. જો કે, ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાની શકયતાઓ નહીવત છે. એટલે દેશમાં સૂર્યગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં ગણાય. જો કે, અરૂણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઉત્તર ભાગમાં સાંજે 5.52થી 6.15 સુધી ગ્રહણ લાગશે પરંતુ તેને જોવુ મુશ્કેલ રહે તેવી શકયતા છે.

પંચાગ અનુસાર ગ્રહણ જ્યેષ્ઠ મહિનાની અમાવસ્યા તિથી, વૃષભ રાશી અ મૃગશિરા નક્ષત્રમાં લાગશે. વર્ષના બીજા ગ્રહણનો પ્રભાવ ભારતીય સમય અનુસાર લગભગ 1.42થી સાંજના 6.41 સુધી રહેશે. ભારતને છોડીને આ ગ્રહણ અમેરિકા, યુરોપ, ઉત્તર કેનેડા, એશિયા, રૂસ અને ગ્રીનલેન્ડમાં જોવા મળશે. 15 દિવસના સમયગાળામાં આ બીજું ગ્રહણ છે. આ પહેલા તા. 26 મેના રોજ ચંગ્રગ્રહણ થયું હતું. જો કે, આ ગ્રહણ પણ પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં જ જોવા મળ્યું હતું. વર્ષ 2021માં કુલ મળીને ચાર ગ્રહણ છે. જેમાંથી બે સૂર્ય અને બે ચંદ્ર ગ્રહણ છે. વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ 4 ડિસેમ્બરને થશે. જ્યારે બીજુ ચંદ્ર ગ્રહણ 19મી નવેમ્બર 2021ના રોજ થશે.

રૂચ અને ગ્રીનલેન્ડમાં જોવા મળશે રિંગ ઓફ ફાયરનો નજારો

સૂર્ય ગ્રહણનો સૌથી જોરદાન નજારો એટલે કે રિંગ ઓફ ફાયર ગ્રીનલેન્ડ અને રૂસમાં જોવા મળશે. રિંગ ઓફ ફાયરમાં સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય આગની વીંટીની જેમ જોવા મલશે. જે એક અદભૂત નજારો હશે.

ભારતમાં સૂર્ય ગ્રહણ ભલે એટલું પ્રભાવશાળી ના હોય પરંતુ આજે વટ સાવિત્રીનું વ્રત અને શનિ જયંતિ છે.