- રાજકોટમાં દેશનું પ્રથમ ટ્રાફિક સિગ્નલ
- કે જે ચાલે છે સોલર ઉર્જાથી
- ઝીરો મેઈન્ટેનન્સથી ચાલે છે આ મશીન
રાજકોટ: રાજકોટની એક કંપની દ્વારા દેશનું સૌપ્રથમ સોલાર ટ્રાફિક સિગ્નલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટ્રાફિક સિગ્નલ વીજળીની બચત કરશે તેમજ જગ્યા પણ ઓછી રોકે છે. એટલું જ નહિ, પોર્ટેબલ હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ સરળતા રહે છે. પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલની કિંમત અંદાજે રૂ.1.5 લાખ છે. રોઝર મોટર્સ કંપનીએ પોર્ટેબલ સોલર ટ્રાફિક સિગ્નલને તૈયાર કર્યું છે.
ગુજરાતની જ કંપની રોજર મોટર્સ દ્વારા ટ્રાફિકના પ્રશ્નને નિવારવા માટે મદદરુપ થવા માટે ભારતમાં પ્રથમ વખત સેલ્ફ કંટ્રોલ પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ રાજકોટમાં રજૂ કરાયુ હતું. આ ટ્રાફિક સિગ્નલને ટ્રાફિકની જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઈ શકાય છે. આ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ જ્યાં ઓછી જગ્યા હોય ત્યાં આશીર્વાદ રૂપ સાબિત થાય છે. સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને સાર્થક કરે છે. જો કે પોર્ટેબલ હોવા છતાં આ સિગ્નલમાં જરૂરી તમામ ફંક્શન પણ ઉપલબ્ધ છે.
સિગ્નલ સોલારથી ચાલે છે, ઝીરો મેઈનટેઈનન્સ આપે છે.
આ રોજર પોર્ટબલ ટ્રાફિક સિગ્નલને રાજકોટ ટ્રાફિક પોલીસ અને એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાનાં સહયોગથી રાજકોટના કોર્પોરેશન ચોકમાં ઉપયોગીતા જોવા માટે મુકવામાં આવ્યું છે. અગામી દિવસોમાં શહેરના અન્ય સ્થળોએ પણ આ પ્રકારના પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવનાર છે.