આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચેલા 198 માછીમારોને પાકિસ્તાને કર્યા મૂક્ત
દિલ્હીઃ- પાકિસ્તાનમાં ભારતના અનેક માછીમારો ભૂલમાં સીમા પાર કરીને પહોંચતા હોય છે ત્યારે વિતેલી શુક્રવારની રાતે પાકિસ્તાન દ્રારા આવાજ 198 જેટલા મછુઆરાઓને પાકિસ્તાન દ્રારા મૂક્ત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાન સરકારે અટારી-વાઘા બોર્ડર પર 198 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા, જેમને દરિયાઈ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવા માટે અહી કેદમાં રાખવામાં આવ્યા હતા. અરબી સમુદ્રમાં દરિયાઈ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરનારા માછીમારો પર સંબંધિત દેશોના પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવે છે અને તેમને લગભગ છ મહિનાની સજા કરવામાં આવે છે.
પાકિસ્તાન સરકાર દ્વારા મુક્ત કરાયેલા ભારતીય માછીમારોએ આપેલી માહિતી મુજબ તેઓ દરિયામાં સરહદ વિશે જાણતા ન હોવાથી માછીમારી કરતી વખતે ભૂલથી સરહદ પાર કરી ગયા હતા. ભારતીય અને પાકિસ્તાની માછીમારો અવારનવાર અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઓળંગે છે. બંને દેશોની સંબંધિત એજન્સીઓ દ્વારા તેઓને પકડવામાં આવે છે.
માછીમારોએ એમ પણ જણાવ્યું છે કે હજી પણ તેમણે ઉમેર્યું હતું કે ત્યાં 5-6 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા છે, અને સરકારને તેમની મદદ કરવા વિનંતી કરી છે.તેમના જણઆવ્યા પ્રમાણે માછલી પકડતા હતા તે ઘધટનામાં વર્ષ 2018માં તેઓને પાકિસ્તાની બોટ આવીને પકડીને લઈ ગઈ હતી. 5 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા.