દિલ્હીઃ ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા મથકો અને દેશભરના 75 ગામોમાં ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડોદરામાં પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવવા માટે અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના બીજેપી પ્રમુખ ડૉ. વિજય શાહ અને નહેરુ યુવા કેન્દ્રના યુવા જિલ્લા અધિકારી પંકજ મારેચા ઉપસ્થિત રહ્યા હતા. આ ફ્રીડમ રનમાં 75 જેટલા કોલેજના વિધાર્થીઓ જોડાયા હતા. ફ્રીડમ રન કમાટીબાગથી ફતેગંજ, રોઝરી સ્કૂલ, નટરાજ ટોકીઝ રેલવે સ્ટેશન, કાલાઘોડા થઈને કમાટીબાગ ખાતે પૂર્ણ થઈ હતી.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી કચેરી તરફથી આજ રોજ ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં હોય આ ફ્રીડમ દોડમાં પણ શહેરના 75 યુવાઓએ ભાગ લીધો હતો. સવારે 8:00 કલાકે સીનિયર સિટીજનપાર્ક સરર્કલથી અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને “ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન” શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ દોડમાં અમરેલી શહેરની વિવિધ યુવા સંસ્થાઓ/NGO/NSS તથા અન્ય 75 યુવાઓ દોડમાં ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ યુવાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. દોડનો ઉદેશ યુવાઓનો શારીરિક વિકાસ થાય તેમજ રમત-ગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એવો છે. આ કાર્યક્રમનું આયોજન કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું હતું.
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં એન.એસ.એસ, એન.સી.સી. તેમજ આઈટીઆઈના મળી કુલ 150 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ દોડ મોડાસાના સહયોગ બાયપાસ રોડથી શરૂ કરીને સરકારી આઈટીઆઈ સુધી યોજાઈ હતી,