અમેરિકાની રેટિંગ એજન્સી ફિચે ભારતને મોટો આંચકો આપ્યો છે. ફિચે નાણાંકીય વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.6 ટકા રાખ્યું છે. આ ફિચ દ્વારા ભૂતકાળમાં લગાવવામાં આવેલા અનુમાન કરતા 0.2 ટકા ઓછું છે.
મહત્વપૂર્ણ છે કે ગત માર્ચ માસમાં ચાલુ નાણાંકીય વર્ષ માટે ફિચે ભારતના જીડીપી વિકાસદરનું પોતાનું અનુમાન સાત ટકાથી ઘટાડીને 6.8 ટકા કર્યું હતું.
ત્યારે રેટિંગ એજન્સી ફિચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્યત્વે ડોમેસ્ટિક કારણોથી વિકાસની ઝડપ મંદ છે. ફિચે ક્હયું હતું કે ઓટોમોબાઈલ અને દ્વિચક્રી વાહનો વા ક્ષેત્ર જે નોન-બેન્કિંગ ફાયનાન્શિયલ કંપનીના કર્જ પર નિર્ભરતા ધરાવે છે. તેમા શાખની ઉપલબ્ધતા સખત થઈ ગઈ છે અને તેના કારણે વેચાણમાં ઘટાડો થયો છે.
ફિચના રિપોર્ટમાં ભારતના જીડીપીનું અનુમાન ચીનની સમકક્ષ પહોંચી ગયું છે. 2018માં ચીનની ઝડપ 6.6 ટકા રહી હતી.
મહત્વની વાત એ છે કે ફિચે આવા સમયમાં ભારતના જીડીપી ગ્રોથ પર આશંકા વ્યક્ત કરી છે, જ્યારે વર્લ્ડ બેંક ભારતના જીડીપી ગ્રોથનું આકલન 7.5 ટકા ગણાવી રહી છે. તાજેતરમાં વર્લ્ડ બેંકે પોતાના એક રિપોર્ટમાં આગામી બે વર્ષ સુધી જીડીપી ગ્રોથ 7.5 ટકાના આંકડા પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
જો કે વર્લ્ડ બેંકે 2019માં ચીનના 6.2 ટકા જીડીપી ગ્રોથ રેટનું અનુમાન વ્યક્ત કર્યું હતું. વર્લ્ડ બેંક પ્રમાણે, 2020માં 6.1 ટકા અને 2021માં તેની ગતિ 6 ટકા સુધી મર્યાદીત રહેશે. વર્લ્ડ બેંકે પાકિસ્તાનના જીડીપીને લઈને પૂર્વાનુમાનમાં 0.2 ટકાનો ઘટાડો કર્યો હતો. જો કે 2020માં પાકિસ્તાનના જીડીપી ગ્રોથ રેટનું સ્તર 7 ટકાના જાદૂઈ આંકડાને સ્પર્શી શક્યું છે.