પાકિસ્તાનમાં ચીની ઈજનેરો પર આત્મઘાતી હુમલો, 5 ચીનીઓના મોત
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલા પર આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં મળતી માહિતી મુજબ 5 ચીની નાગરિકોના જીવ ગયા છે.
રિઝનલ પોલીસ ચીફના કહેવા પ્રમાણે ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલામાં વિસ્ફોટક ભરેલા વાહનને આત્મઘાતી હુમલાખોરે અથડાવી દીધું હતું અને તેમાં વિસ્ફોટ થયો હતો. આ કાફલો ઈસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વાંના દાસુ જઈ રહ્યો હતો.
રીઝનલ પોલીસ ચીપ મોહમ્મદ અલી ગાંદાપુરે કહ્યુ છે કે મૃતકોમાં પાંચ ચીની નાગરિકો અને તેમનો પાકિસ્તાની ડ્રાઈવર સામેલ છે.
દાસુ એક મોટા ડેમની સાઈટ છે અને આ વિસ્તારને ભૂતકાળમાં નિશાન બનાવાયો છે. 2021માં નવ ચીની નાગરિકો સહીત 13 લોકોએ બસમાં વિસ્ફોટને કારણે જીવ ગુમાવ્યા હતા.
ખૈબર પખ્તૂનખ્વાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત કામગીરી શરૂ કરી છે. પોલીસ અધિકારી મુજબ, કાફલામાં અન્ય લોકો સુરક્ષિત છે.