1. Home
  2. ગુજરાતી
  3. દુનિયાના પાંચ ક્રિકેટરોએ વન-ડે કારકીર્દીમાં નથી ફટકારી એક પણ સિક્સર
દુનિયાના પાંચ ક્રિકેટરોએ વન-ડે કારકીર્દીમાં નથી ફટકારી એક પણ સિક્સર

દુનિયાના પાંચ ક્રિકેટરોએ વન-ડે કારકીર્દીમાં નથી ફટકારી એક પણ સિક્સર

0
Social Share

નવી દિલ્હીઃ ક્રિકેટની રમતમાં હંમેશા બેટ્સમેનોનો દબદબો જોવા મળે છે. આ રમતમાં, બેટ્સમેન હંમેશા બોલરો ઉપર હાવી થવાનો પ્રયાસ કરે છે. હાલના 20-20 ક્રિકેટના જમાનામાં લાંબા છગ્ગા અને ચોગ્ગા મારવા માટે બેસ્ટમેનો જાણીતા થયાં છે. દરેક બેટ્સમેન તેની કારકિર્દીમાં એકાદ તો સિક્સર ફટકારે છે. પરંતુ દુનિયામાં 5 એવા મહાન બેટ્સમેન છે જેમણે પોતાની લાંબી ODI કરિયરમાં ક્યારેય એક પણ સિક્સર ફટકારી નથી. આ યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 2009માં ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરનાર સ્ટાર બેટ્સમેન કેલમ ફર્ગ્યુસને તેની ટીમ માટે કુલ 30 વન-ડે મેચ રમી હતી. ફર્ગ્યુસને 40થી ઉપરની એવરેજથી 663 રન બનાવ્યા જેમાં 5 સદી સામેલ છે. આટલી મેચ રમ્યા બાદ પણ આ બેટ્સમેન ક્રિકેટમાં એક પણ સિક્સર મારી શક્યો નથી. ફર્ગ્યુસન છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. જો કે આ બેટ્સમેન હજુ પણ દુનિયાભરની ક્રિકેટ લીગમાં પોતાનો પાવર બતાવે છે.

શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન થિલાન સમરવીરા તેમના સમયના શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનોમાંના એક હતા. તેમણે શ્રીલંકન ટીમ માટે 5000 થી વધુ ટેસ્ટ રન બનાવ્યા. પરંતુ સમરવીરા પોતાની વન-ડે ક્રિકેટ કરિયરમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે તેની 12 વર્ષની કારકિર્દી દરમિયાન 53 મેચોમાં એક પણ સિક્સર ફટકારી શક્યો ન હતો.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોફ્રી બોયકોટને ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવતા હતા. ટેસ્ટ ક્રિકેટમાં બોયકોટની બેટિંગનો કોઈ જવાબ નહોતો. પરંતુ 36 વન-ડેમાં બોયકોટે 1,000 થી વધુ રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે. જો કે, આ સમય દરમિયાન તેણે તેની વન-ડે કારકિર્દી દરમિયાન એક પણ સિક્સર ફટકારી ન હતી.

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મનોજ પ્રભાકરે 1984 થી 1996 દરમિયાન ભારત માટે ક્રિકેટ રમી હતી. પ્રભાકરે ભારત માટે 130 વન-ડે મેચ રમી હતી આ દરમિયાન તેમણે 2 સદી અને 11 અડધી સદી સહિત 1800 થી વધુ રન બનાવ્યા હતા. એક જોદરાદ બેટ્સમેન હોવા છતાં, આ ખેલાડી તેની સમગ્ર ODI કારકિર્દીમાં એક પણ સિક્સર ફટકારી શક્યો નથી.

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન ડીયોન ઈબ્રાહિમે પોતાની કારકિર્દીમાં 29 ટેસ્ટ અને 82 વનડે રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 1000થી વધુ રન નીકળ્યા હતા. તેની વન-ડે કારકિર્દીમાં તેમણે 1 સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ તેમ છતાં તે તેની વન-ડે કારકિર્દીમાં ક્યારેય સિક્સર ફટકારી શક્યો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code