Site icon Revoi.in

પીએમ મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ની પાંચ આવૃત્તિઓ પાછળ આટલા કરોડો રૂપિયા ખર્ચાયા,કેન્દ્ર સરકારે આપી માહિતી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ની પાંચ આવૃત્તિઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે આ અંગે જાણકારી આપી છે.

પીએમ મોદી દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેના ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ની પ્રથમ પાંચ આવૃત્તિઓ પર રૂ. 28 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે. આ કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ 27 જાન્યુઆરીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાઈ હતી.

લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે 2018માં ‘પરીક્ષા પે ચર્ચા’ પર 3.67 કરોડ રૂપિયા, 2019માં રૂપિયા 4.93 કરોડ, 2020માં રૂપિયા 5.69 કરોડ રૂપિયા, 2021 માં 6 કરોડ રૂપિયા અને 2022 માં 8.61 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા.મંત્રીના જવાબમાં આ વર્ષના ઈવેન્ટ પરના ખર્ચની વિગતો શામેલ નથી. ઇવેન્ટની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી, 2018 ના રોજ યોજાઈ હતી.