- કારમાં સવાર તમામ વ્યક્તિ હોસ્પિટલના કર્મચારી હતી
- ડ્યુટી પૂર્ણ કરીને ઘર તરફ જતા હતા
- પોલીસે મૃતકોની ઓળખ મેળવા તપાસ શરૂ કરી
દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જોકે, કારમાં છ લોકો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ કાર સવાર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, કારમાં સવાર તમામ હોસ્પિટલના કર્મચારી હતા અને પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે દૂર્ઘટના સર્જાઈ હતી.
આ તમામ લોકો જેનિસિસ હોસ્પિટલના કર્મચારી હતા અને તેમની ફરજ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુડચે-ફુડચા ઉડી ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
તેમજ પોલીસે મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ દૂર્ઘટના મધ્યરાત્રિ બાદ લગભગ 3 વાગ્યાની આસપાસ સર્જાઈ હતી.
પોલીસે જણાવ્યું કે વાહન મહેન્દ્રગઢના કનિના વિસ્તારના એક વ્યક્તિના નામે નોંધાયેલું છે. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખ્યા છે. તેમજ પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી છે.