Site icon Revoi.in

નવસારી હાઈવે પર ઈકોકાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ પાંચના મોત

Social Share

સુરત: ગુજરાતમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. હાઈવે પર બેફામ દોડતા વાહનોના ચાલકો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જતા હોય છે. ત્યારે નવસારીના કસ્બા ધોળાપીપલા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે દોડતા કન્ટેનર સાથે સીએનજી ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એવો વિચિત્ર હતો કે, અકસ્માતને લીધે કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. જેના કારણે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોને બહાર કાઢ્યા હતા.. જેમાં ક્રેનની મદદથી કારની પતરા તોડીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. પુર ઝડપે આવી રહેલું કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા છે. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયું હતું.  આમ કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.

ઈકો કારમાં સવાર લોકોના પરિવારમાં લગ્ન હતા. જેથી લગ્નની ખરીદી કરી પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. જેને લઈ ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં માતમ છવાયો છે. 27મી તારીખે પરિવારમાં લગ્ન યોજાવાના હતા એ પહેલા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. જોકે, એક વ્યક્તિનો ચમત્કારીક બચાવ થયો હતો. નવસારીની ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોના મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. ક્રેનની મદદથી કન્ટેનરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ગેસ કટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.