Site icon Revoi.in

રાજકોટના GIDC નજીક મકાનમાં ગેસ લીકેજને લીધે આગ લાગતા પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

Social Share

રાજકોટઃ  શહેરની સીમાડે આવેલા મેટોડા-GIDCમાં આવેલી શ્રમિકોની વસાહતમાં એક ઓરડીમાં ગેસનો સિલિન્ડર લિકેજ થતા આગ ફાટી નિકળી હતી. જેમાં 5 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પટલ ખસેડાયા હતા. શનિવારે વહેલી સવારે દુર્ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થતા ભડકો થયો હતો

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટમાં આજે શનિવારે વહેલી સવારે મેટોડા જીઆઇડીસીના ગેટ નં.2 ખાતે ‘40 ઓરડી’ નામે ઓળખાતા બિલ્ડીંગની એક ઓરડીમાં અચાનક ઘડાકાના અવાજ સાથે આગ ભભુકી ઉઠી હતી. ઘડાકાનો અવાજ સાંભળીને આસપાસ રહેતા સ્થાનિકો અને શ્રમિકો દોડી આવ્યા હતા. જે ઓરડીમાં આગ લાગી હતી તેમાંથી દાઝેલી હાલતમાં વ્યકિતઓ બહાર દોડી આવ્યા હતા. દાઝેલા વ્યકિતઓમાંથી અમુક બેભાન થઇ ગયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં આવેલી મેક પાવર કંપનીનું કારખાનું આવેલું છે. તેના શ્રમિકો કારખાનાની પાછળ આવેલા ડાયમંડ પાર્ક નજીક ઓરડીમાં રહે છે. શનિવારે વહેલી સવારે અચાનક ગેસ લીકેજ થતા આગનો બનાવ બન્યો હતો. જેને પગલે 108ની ટીમને જાણ કરીને દાઢી ગયેલા પાંચેય શ્રમિકોને  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ પાંચેય શ્રમિકો સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતા લોધીકા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો.. દાઝી ગયેલા શ્રમિકો મૂળ ઉત્તરપ્રદેશના છે. એક જ પરિવારના કૌટુંબિક સગા છે. 15 દિવસ પહેલા જ આ લોકો મેટોડા જીઆઇડીસીની એક કંપનીમાં કલર કામ માટે આવ્યા હતા અને અહીં ઓરડીમાં રહેતા હતા. હાલ તમામ સારવાર હેઠળ છે.

આ બનાવ અંગે અન્ય શ્રમિકોના કહેવા મુજબ દાઝેલા પાંચેય વ્યકિત મુળ ઉત્તરપ્રદેશના છે. અહીં 15 દિવસ પહેલા મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 પાસે આવેલી મેકપાવર કંપનીમાં કલર કામ કરવા આવેલા અને ડામયંડ પાર્ક નજીક 40 ઓરડીમાં રૂમ ભાડે રાખી રહેતા હતા. આ પાંચેય વ્યકિત રાત્રે રસોઇ બનાવી જમીને સુતા હતા. રાત્રે જ ગેસના ચુલાનું બટન ચાલુ રહી જતા ગેસ રૂમમાં પ્રસરી ગયો હતો. આ દરમિયાન વહેલી સવારે મંગલીપ્રસાદ ઉઠતા તેણે બીડી જગાવતા જ આખા રૂમમાં આગ પ્રસરી ગઇ હતી.