Site icon Revoi.in

કોંગ્રેસ છોડનાર અરવિંદ સિંહ લવલી સહિત પાંચ નેતા ભાજપામાં જોડાયાં

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદ સિંહ લવલી સહિત પાંચ કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. લવલી ઉપરાંત રાજકુમાર ચૌહાણ, નીરજ બસોયા, અમિત મલિક અને નસીબ સિંહ પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામને દિલ્હી પ્રદેશ વિરેન્દ્ર સચદેવા દ્વારા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. ગત 28 એપ્રિલે જ લવલીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તમામને પાર્ટીમાં આવકારતા કહ્યું કે, જે વ્યક્તિ મૂળભૂત રીતે દિલ્હીને પ્રેમ કરે છે તે કોંગ્રેસમાં રહી શકે નહીં. મને આશા છે કે ભવિષ્યમાં આપણે બધા મળીને દિલ્હીને સુંદર બનાવવા માટે કામ કરીશું. ભાજપમાં જોડાયા બાદ લવલીએ મીડિયાને સંબોધતા કહ્યું કે હું ભાજપનો આભાર માનવા માંગુ છું, પાર્ટીએ અમને એવા સમયે સમર્થન આપ્યું જ્યારે અમે હારેલા આસપાસ ભટકતા હતા. અમે દિલ્હીમાં બીજેપીની સરકાર બનાવવા માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે મોદીના હાથને વધુ મજબૂત કરવાનું કામ કરીશું.