સુરતમાં MBBSના પાંચ વિદ્યાર્થીઓએ સ્માર્ટવોચથી પરીક્ષામાં ચોરી કરી, તમામને 0 માર્ક અપાયા
સુરત: ઉચ્ચ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ચોરી કરવા માટે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. એમબીબીએસનો અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ સ્માર્ટવોચમાં પીડીએફ તેમજ વારયલેસ હેડફોન લગાવીને ચોરી કરતા પકડાઈ ગયા હતા.
સુરતમાં સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની પરીક્ષામાંથી 5 ‘મુન્નાભાઈ’ પકડાયા છે. પાંચેય વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરતા નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લીધા હતા.આ પાંચેય વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલમાં PDF જોઈને જવાબો લખતા હતા, એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થી હેડ ફોન લગાડી ચોરી કરતા હતા. નર્મદ યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી લેતા ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં 0 માર્ક સાથે રૂ. 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ક્વોર્ડે સેકન્ડ યરના 3 અને થર્ડ યર પાર્ટ એકના 2 એમ 5 વિદ્યાર્થીને સ્માર્ટફોન વોચ અને વાયરલેસ હેડફોન સાથે પકડયા હતા. પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. મોબાઈલ ફોન સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાતો નથી. પરંતુ સ્માર્ટવોચ અને વાયરલેસ હેડફોનથી વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાતા હવે પરીક્ષા ખંડમાં સ્માર્ટવોચ કે હેડફોન સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે નહીં.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નર્મદ યુનિવર્સિટીએ 30 વિદ્યાર્થીનું હિયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભૂલ કબૂલી લેતા તેમને જે તે વિષયમાં 0 માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને સ્ક્રિનશોર્ટ એક બીજાને મોકલી જવાબો લખતા હતા. યુનિવર્સિટીએ આવા 5 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો હતો.