ચિત્તોડગઢમાં માર્ગ અકસ્માતમાં એક પરિવારના પાંચ સભ્યોના મોત
જયપુરઃ ચિત્તોડગઢ-નિમ્બહેરા ફોર લેન પર રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. નિંભાહેરા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભવલિયા ગામના પુલ પાસે અજાણ્યા ભારે વાહને બાઇકને અડફેટે લીધું હતું. આ બાઇક પર સવાર ત્રણ પુરૂષો, એક મહિલા અને બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક સવાર શંભુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક જ પરિવારના સભ્યો છે અને રાત્રે નિમ્બહેરા તરફ જઇ રહ્યા હતા.
અકસ્માતની માહિતી મળતાં જ નિમ્બહેરા સદર પોલીસ સ્ટેશનના અધિકારી સંજય શર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળે હાજર લોકો પાસેથી અકસ્માતની માહિતી લીધી હતી. ટ્રેલર કે કન્ટેનર જેવા ભારે વાહને આ બાઇક સવાર પરિવારને કચડી નાખ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પછી મુખ્ય માર્ગો પર નાકાબંધી કરવામાં આવી છે.
અકસ્માત અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. આ અંગે નિંભાહેરા સબ ડિવિઝન અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહને પીએણ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. એક જ પરિવારના પાંચ સભ્યોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.