Site icon Revoi.in

વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા મોઢવાડિયા સહિત પાંચ ધરાસભ્યોએ લીધા શપથ

Social Share

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાત બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. આ પાંચેય વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે.

લોકસભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં પાંચેય સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આ પાંચેય વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે. આજે શપથ લેનારા આ પાંચ ધારાસભ્યમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી અને અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, અરવિંદ લાડાણી તથા ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જેથી અનુક્રમે વાઘોડિયા, પોરબંદર, વિજાપુર, માણાવદર અને ખંભાત વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હાલ વિધાનસભા ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 161, કોંગ્રેસનું 13, આપનું 4,  2 અપક્ષ, સમાજવાદી પાર્ટી-1 અને વિસાવદર સીટ હાલ ખાલ પડેલી છે.

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતથી જીત મેળવી છે. અર્જુન મોઢવાડિયાને 1,33,163 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત 16,355 મત મળ્યાં હતા. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાનો 56,228 મતથી વિજય થયો હતો. સીજે ચાવડાને 1,00,641 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 44,413 મત મળ્યા હતા વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો 82,108 મતથી વિજય થયો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને 45.338 મત મળ્યાં હતા.