- સુપ્રીમ કોર્ટના જજ લેશે શપથ
- પાંચ નવા જજ કાલે લેશે શપથ
- ચીફ જસ્ટિસ લેવડાવશે શપથ
દિલ્હી:કેન્દ્ર દ્વારા શનિવારે સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરાયેલા પાંચ નવા ન્યાયાધીશો 6 ફેબ્રુઆરીએ શપથ લેશે.સુપ્રીમ કોર્ટના સૂત્રોએ આ માહિતી આપી છે.તેમણે કહ્યું કે,ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક સમારોહ દરમિયાન પાંચ જજોને શપથ લેવડાવશે.
આ પહેલા દિવસે કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિત્તલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પી.વી. સંજય કુમાર, પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાને ટ્વીટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ઉન્નત કરવામાં આવ્યા છે.
ગયા વર્ષે 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા આ જજોના નામની ભલામણ કરવામાં આવી હતી.