અમદાવાદઃ ગુજરાતમાં નદી, ડેમ, કેનાલો અને દરિયાઈ બીચ પર નહાવા જતાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. જેમાં આજે જન્માષ્ટમીના દિને નહાવા જતાં ડૂબી જવાના બે બનાવોમાં પાંચના મોત નિપજ્યા હતા. જેમાં છોટાઉદપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે વિદ્યાર્થીઓ તળાવમાં નહાવા પડતા ડુબી ગયા હતા. જ્યારે બીજા બનાવમાં મહેસાણાના વડનગરના વલાસણા ગામ નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા હતા. જેમાં એકને બચાવી લેવાયો હતો જ્યારે ત્રણ યુવાનો મોતને ભેટતા દમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વલાસણા સાબરમતી નદીમાં ચાર યુવાનો નહાવા માટે ગયા હતા. જેમાં નદીના ઊંડા પાણીમાં ચારેય યુવાનો ડુબવા લાગ્યા હતા. બચાવો બચાવોની બુમો સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ડૂબી રહેલા ચારમાંથી એક યુવકને સલામત રીતે રેસ્ક્યુ કરી બચાવી લેવાયો હતો જન્માષ્ટમીના તહેવારને ટાણે બનાવ બનતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ત્રણેયના મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રવાના મોકલાયા હતા. ત્રણેય મૃતક યુવાનો વલાસણા ગામના રાજપૂત પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકમગ્ન બન્યો છે. આ ઘટનાની માહિતી મળતા જ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં વડનગર સિવિલ ખાતે દોડી આવ્યા હતા. જન્માષ્ટમીના પર્વમાં ખુશીનો દિવસ માતમમાં ફરેવાઇ ગયો હતો.
ડૂબી જતાં મોતનો બીજો બનાવ છોટા ઉદેપુરના ક્વાંટના ભેખડિયા ગામે બન્યો હતો. ગામના તળાવમાં નહાવા પડેલા બે વિદ્યાર્થીઓના ડૂબી જતાં મોત થયા હતા. ભેખડિયા ગામે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છાત્રાલયની ગંભીર બેદરકારીના કારણે બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી હતી કે, છોટાઉદપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે તળાવમાં 2 વિદ્યાર્થીઓ ડૂબતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભેખડીયા ગામની કુમાર છાત્રાલયના 2 વિદ્યાર્થીઓ તળાવમાં નહાવા માટે ગયા હતા. અને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. રાઠવા કેશવ, પોપટ આમસોટા નામના વિદ્યાર્થી શાળાએથી છૂટ્યા બાદ ઘાસ કાપવા જતી વેળાએ આ ઘટના બની હતી. જે અંગે સ્થાનિક લોકોને જાણ થયા બાદ ફાયર ફાયટર અને રેસ્ક્યૂને જાણ કરતા ટીમ દોડી ગઈ હતી. આ દરમિયાન તપાસમાં બનેંના મૃતદેહ મળી આવતા પરિજનોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.