કોંગ્રેસમાં પાંચ પાવર સેન્ટર, લેફ્ટ ગેંગથી ઘેરાયેલા છે રાહુલ ગાંધી: સંજય નિરુપમ
મુંબઈ: કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા નેતા સંજય નિરુપમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહીતના કોંગ્રેસના ઘણાં નેતાઓ પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ છે કે સસ્પેન્શન પહેલા જ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ સંરચનાત્મક અને વૈચારીકપણે વિખેરાય ગઈ છે. કોંગ્રેસ પાર્ટીમાં પાંચ પાવર સેન્ટર છે. પાંચેય પાવર સેન્ટરની લોબી છે અને તેમાં સામેલ નહીં થનારા પરેશાન થઈ રહ્યા છે.
તેમણે કહ્યુ છે કેસોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને કે. સી. વેણુગોપાલ પર પણ નિશાન સાધ્યું. કોંગ્રેસમાં ટકરવાને કારણે યોગ્ય લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ગત પાંચ વર્ષોમાં ગંભીરતાથી મહેસૂસ કરી રહ્યા હતા. મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓમાં નિરાશા છે. સેક્યુલારિઝ્મમાં ધર્મનો વિરોધ નથી, સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. કોંગ્રેસે નેહરુવિયન સેક્યુલરિઝ્મના વિચારને અપનાવ્યો. ડાબેરી રામલલાનો સીધો વિરોધ કરશે. હવે કોંગ્રેસ તે રાહ પર આગળ ચાલી નીકળી છે, માટે રામલલા વિરાજમાનના કાર્યક્રમનો કોંગ્રેસે સીધો વિરોધ કર્યો.
મહત્વપૂર્ણ છે કે સંજય નિરુપમ મુંબઈ નોર્થ-વેસ્ટ બેઠક પરથી ટિકિટ નહીં મળવાથી નારાજ હતા. તેમણે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને ખિચડી ચોર કર્યો હતો અને ગઠબંધનના નેતાઓને તેના પર વિચારણા કરવાની અપીલ કરી હતી. ટિકિટના એલાન બાદથી જ સંજય નિરુપમે બાગી હોવાના સંકેત આપ્યા હતા. ચર્ચા છે કે તેઓ હવે શિવસેનાના શિંદે જૂથમાં સામેલ થાય તેવી શક્યતા છે.