1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની બાજી વિખાવાના પાંચ કારણો
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની બાજી વિખાવાના પાંચ કારણો

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની બાજી વિખાવાના પાંચ કારણો

0
Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો જણાવે છે કે એનડીએને સૌથી વધુ નુકશાન ઉત્તર પ્રદેશમાં થયું. જ્યાં બેઠકો વધવાની વાત તો દૂર રહહી, પોતાની 2019ની મળેલી બેઠકો પણ ભાજપ જાળવી શક્યું નથી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને કારણે ભાજપને ખરાખરીનો ચૂંટણી જંગ ખેલવો પડયો. યુપીમાં ભાજપનો ખેલ બગડવાના પાંચ કારણોની મુખ્ય ચર્ચા છે.

ઉમેદવારોની પસંદગી-

ચૂંટણીની શરૂઆતથી જ લાગી રહ્યું હતું કે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં ઘણી ભૂલો કરી છે.સ્થાનિકોના ગુસ્સાને અવગણીને એવા લોકોને ટિકિટ આપવામાં આવી કે જેને મતદાતાઓ પસંદ નહીં કરતા હોવાનું માનવામાં આવતું હતું. તેથી ભાજપને વોટ આપનારા ઘણાં મતદાતાઓએ ઘરમાંથી બહાર નીકળવાનું જ મુનાસિબ માન્યું નહીં. ખોટા ઉમેદવારની પસંદગી કાર્યકર્તાઓને પણ પસંદ પડી નહીં અને તેમણે કામગીરીમાં ઉદાસિનતા દાખવી. પરિણામે ભાજપને મળનારા વોટમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. 2019માં જ્યાં ભાજપને લગભગ 50 ટકા વોટ મળ્યા હતા. ત્યારે આ વખતે યુપીમાં તેને 42 ટકા વોટ જ મળ્યા છે. એટલે કે મતની ટકાવારીમાં લગભગ 8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સમાજવાદી પાર્ટીએ સામાજીક સમીકરણ જોઈ ઉમેદવારો ઉતાર્યા-

સમાજવાદી પાર્ટી પર હંમેશા આરોપ લાગે છે કે તે માત્ર એક સમુદાય કે જાતિના લોકોને જ ટિકિટ આપવામાં પ્રાથમિકતા આપે છે. પરંતુ આ વખતે અખિલેશ યાદવે ઘણી સતર્કતાથી જાતિગત સમીકરણોને જોતા ઉમેદવારો ઉતાર્યા. આ કારણ છે કે તેમના ઉમેદવારો ચૂંટણી જંગમાં ભાજપને ટક્કર આપતા જોવા મળ્યા. મેરઠ, ધોસી, મિર્ઝાપુર જેવી બેઠકો આના ઉદાહરણ છે. જ્યાં અખિલેશ યાદવે સૂઝબૂઝથી એનડીએના ઉમેદવારોને રાજકીય રીતે ફસાવી દીધા.

બંધારણ બદલવાની ચર્ચા ભારે પડી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવો 400 પારનો નારો આપ્યો, ભાજપના કેટલાક નેતા દાવો કરવા લાગ્યા કે 400 પાર એટલા માટે જોઈએ છે, કારણ કે બંધારણને બદલવું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આને અનામત સાથે સાંકળી દીધું. દાવો કરવામાં આવે છે કે ભાજપ આટલી વધુ બેઠકો એટલા માટે ચાહે છે, જેથી તે બંધારણને બદલી શકે અને અનામતને સમાપ્ત કરી શકે. દલિતો અને ઓબીસીની વચ્ચે આ વાત ઘણી ઝડપથી ફેલાય અને પરિણામ વોટ સ્વરૂપે સામે આવ્યું. ઘણી બેઠકો પર દલિત વોટર્સ સપા-કોંગ્રેસ ગઠબંધનની તરફ ગયા.

નોકરી અને પેપર  લીક –

ભાજપ સરકાર પર સતત એ આરોપ લાગી રહ્યો છે કે તે નોકરી આપી રહી નથી. પેપર લીક થઈ જાય છે. તેના માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવતી નથી. ઘણાંબધાં યુવા વર્ષોથી પ્રતિસ્પર્ધી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. પરંતુ હવે તેમની વય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. તે પરીક્ષા આપી શકતા નથી. યુવાઓમાં આ એક મોટો મુદ્દો હતો. આ કારણથી જમીન પર ભારે સંખ્યામાં યુવા ભાજપથી ઘણાં નારાજ જોવા મળ્યા. મતોમાં પણ વાત ઝળકીને સામે આવી રહી છે.

માયાવતીના ઉમેદવારોએ ખેલ બગાડયો-

માયાવતીએ એવા ઉમેદવારો ઉતાર્યા, જેમણે સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન માટે ફાયદાનું કામ કર્યું. ભાજપને આનાથી ઘણું નુકશાન થયું. તેનાથી દલિત વોટોમાં પણ મોટું વિભાજન થયું. ખાસ કરીને પશ્ચિમ યુપીમાં બીએસપીના ઉમેદવારે ભાજપને ઘણું નુકશાન પહોંચાડયું. મેરઠ, મુઝફ્ફરનગર, ચંદૌલી, ખીરી અને ધોસી લોકસભા બેઠકો પર આના કારણે મુકાબલો રોચક થયો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code