અમદાવાદઃ ગુજરાત સરકાર તેના ફીક્સ પગારના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ સમાન પગારમાં 30 ટકા વધારો જાહેર કર્યો છે. સામાન્યરીતો રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુથી લઈને જે જાહેરાત કરવામાં આવે તેને મહાનગરપાલિકાઓ અનુસરતી હોય છે. એટલે રાજ્ય સરકારે ફિક્સ કર્મચારીઓને 30 ટકા પગાર વધારાની જાહેરાત કરી છે. તે રીતે અમદાવાદ અને વડોદરાની મહાપાલિકાઓ પણ તેના ફિક્સ પગારના કર્મચારીઓને પગારમાં 30 ટકા વધારો આપશે. જો કે રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓના સત્તાધિશોએ આવી કોઈ જાહેરાત કરી નથી પરંતુ અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધિશોએ ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા પગાર વધારો આપવાની જાહેરાત કરી દીધી છે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગના ફીક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની જાહેરાત બાદ હવે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાએ પણ પોતાના ફીક્સ પે કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ પણ પોતાના ફીક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વર્ગ-3 અને વર્ગ-4ના ફીક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. ફિક્સ પગારના કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ ઓક્ટોબર મહિનાથી મળશે. આ જાહેરાતના પગલે ફીક્સ પેના કર્મચારીઓને 5 હજારથી લઈને 10000 જેટલ વધારો મળશે.
આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાએ પણ ફીક્સ પેના કર્મચારીઓને 30 ટકા પગાર વધારાની જાહેરાત કરી છે. ચાલુ મહિનાથી જ ફિક્સ પગારના કર્મચારીઓને આપી દેવામાં આવ્યો છે. એટલે ઓક્ટોબરના પગારમાં પગારમાં વધારો થઈને આવશે. રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ રાજ્ય સરકારને પગલે પગાર વધારો આપવાનો આદેશ કર્યો છે. બંને કોર્પોરેશનમાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.