Site icon Revoi.in

ગુજરાતના કૃષિ વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ મહિનાથી પગારથી વંચિત

Social Share

ગાંધીનગરઃ રાજ્યના કૃષિ વિભાગમાં ફરજ બજાવતા ફિક્સ પગારી કર્મચારીઓને છેલ્લા પાંચ મહિનાથી પગારથી વંચિત છે.  ઉપરાંત ફિક્સ પગારી જગ્યાઓ ખાલી હોવા છતાં નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. આથી હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓના માથે કામગીરીનું ભારણ વધ્યું છે અને કામ કરતા કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારનું ગઠન થતાં હવે કર્મચારીઓને બાકી પાંચ મહિનાનો પગાર મળશે તેવી આશા બંધાણી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સરકારી કચેરીઓમાં ફિક્સ પગારી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. ઉપરાંત કૃષિક્ષેત્રમાં બીએઅસી કે એમએસસીની લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. તેમ છતાં કૃષિ વિભાગ દ્વારા છેલ્લા પાંચ માસથી ફિક્સ પગારી કર્મચારીઓને પગાર આપવામાં આવ્યો નથી.જેને પરિણામે કારમી મોંઘવારીમાં ફિક્સ પગારી કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની રહી છે. જોકે અનેક ફિક્સ પગારી કર્મચારીઓએ નોકરી છોડીને જતા રહ્યા હોવા છતાં નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. ઉપરાંત ફિક્સ પગારી કર્મચારીઓની ભરતી 11 માસના કરાર આધારીત કરવામાં આવે છે. પરંતુ તેની સામે ફિક્સ પગારી કર્મચારીઓને માત્રને માત્ર દસ માસનો જ પગાર આપવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્મચારીઓ કરી રહ્યા છે. છેલ્લા ચાર માસથી ફિક્સ પગારી કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી. ઉપરાંત પગાર આપવામાં નહી આવતા કર્મચારીઓની ઉપર કામનું ભારણની સાથે સાથે પગાર કરવામાં નહીં આવતા આર્થિક ભારણ વધી જવાથી ફિક્સ પગારી કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની રહી છે. જો કે, વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારનું ગઠન થતાં હવે કર્મચારીઓને બાકી પાંચ મહિનાનો પગાર મળશે તેવી આશા રાખી રહ્યા છે. (FILE PHOTO)