પીએમ શ્રી કેવી કેન્ટ ખાતે સ્કાઉટ્સ અને ગાઈડ્સના ધ્વજ દિવસની ઉજવણી કરાઈ
અમદાવાદઃ પીએમ શ્રી કેવી કેન્ટ ખાતે સ્કાઉટ્સ અને ગાઈડ્સના ધ્વજ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક અને ગર્વ સાથે કરવામાં આવી હતી. કુલ 60 કબ્સ, બુલબુલ્સ, સ્કાઉટ્સ અને ગાઈડ્સ સાથે ચાર પ્રતિબદ્ધ નેતાઓ – સ્કાઉટ માસ્ટર, ગાઈડ કેપ્ટન, કબ માસ્ટર અને ફ્લોક લીડરે ઉજવણીમાં ભાગ લીધો.
આ કાર્યક્રમની શરૂઆત પ્રાચાર્ય શ્રી સચિન કુમાર રાઠોડના પ્રેરણાદાયી સંબોધનથી થઈ, જેમણે યુવાન સ્કાઉટ્સ અને ગાઈડ્સને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
સંબોધન બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનારાઓએ ઉત્સાહપૂર્વક રેલી કાઢી અને ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સના મૂલ્યો અને ધ્યેયને જનતામાં પ્રસરાવ્યા હતા. રેલી પછી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટ્રૂપ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વચ્છ ભારત અભિયાન માટે પ્રતિબદ્ધતા દાખવી હતી.
ઉજવણીના ભાગરૂપે, સ્થાપના દિવસના સ્ટિકરો તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વિતરણ કરવામાં આવ્યા હતા, જે સ્કાઉટિંગ અને ગાઈડિંગના સિદ્ધાંતો પ્રત્યે એકતા અને સમર્પણનું પ્રતિક છે.
ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સના ધ્વજ દિવસની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનારા સભ્યોમાં સેવા ભાવના અને સંસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત થઈ હતી.